Jamnagar News: ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઈટ કોમ્બનિંગ મેરેથોન ડ્રાઇવ, રોમિયોગીરીનો રોફ ઉતારવા પોલીસના આકરા તેવર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર પોલીસે શહેરમાં ગુનાખોરીને અટકાવવા મેરેથોન ડ્રાઈવ શરૂ કરી છે. આગામી તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખી પોલીસ એકશનમાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં આનંદ ઉલ્લાસ સાથે તહેવારોની ઉજવણી થાય તેવા ઉદેશ્ય સાથે પોલીસે શહેરમાં વિવિધ સ્થાનો પર ચકાસણી હાથ ધરી છે. શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઈટ કોમ્બનિંગ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી. જેમાં જાહેર સ્થાનો પર અડ્ડો જમાવનારા આવારા તત્વો અને રોમિયોગીરી પર લગામ લગાવવા પ્રયાસ કરાયો છે.
જામનગર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ
જામનગર શહેરમાં પોલીસે વિવિધ સ્થાનો પર ચકાસણી શરૂ કરી છે. શંકાસ્પદ સ્થાનો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તહેવારની આડમાં આવારા તત્વો બેફામ ના બને માટે લાલ આંખ બતાવી છે. જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓ, રોમિયોગીરી કરતા વાહન ચાલકો વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મ કાર, ફેન્સી નંબર પ્લેટ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા તમામને પ્રાથમિક સ્તરે નોટિસ આપી છે.
આવારા અને લુખાતત્વો પર પોલીસની લાલ આંખ
ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિ તહેવારની ધામધૂમથી ઉજવણી થશે. યુવાનોમાં થનગનાટ અને તરવરાટ જગાવતો આ તહેવારને લઈને ઘણા દિવસો પહેલા આ તહેવારની તૈયારી કરતા હોય છે. 9 દિવસ રાત્રે ગરબાની રમઝટ બોલાશે. રાજ્યમાં વિવિધ રીતે મા અંબાની આરાધના કરવામાં આવશે. આ વર્ષે નવરાત્રિ તહેવારની 10 દિવસ ઉજવણી કરવામાં આવશે. આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવાતા આ તહેવારમાં કેટલાક લુખાતત્વો રંગમાં ભંગ પાડે છે. આ તહેવારમાં એવા કેટલાક કિસ્સાઓ પણ બને છે જે આપણને હચમચાવી દે છે. અને એટલે જ પોલીસ આવા લોકો સામે અગાઉથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી તેમને ચેતવણી આપી રહી છે.
What's Your Reaction?






