Jamnagar News : જામનગરના CA અલ્કેશ પેઢડિયાએ 112 કરોડની સ્ટેટ GSTની ચોરી કર્યાની વિગત ખુલી, વોન્ટેડ અલ્કેશ સામે LOC નોટિસ ઈશ્યુ કરાઈ

Oct 10, 2025 - 09:00
Jamnagar News : જામનગરના CA અલ્કેશ પેઢડિયાએ 112 કરોડની સ્ટેટ GSTની ચોરી કર્યાની વિગત ખુલી, વોન્ટેડ અલ્કેશ સામે LOC નોટિસ ઈશ્યુ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અલ્કેશે 112 કરોડની સ્ટેટ GST ચોરી કર્યાની વિગત ખુલી છે અને અલ્કેશ પેઢડીયાની "બ્રહ્મ એસોસિએટ્સ"માં રેડ કરાઇ હતી, 14 નકલી ટેક્સપેયર્સના નામે ખોટા બિલ બનાવતો હોવાની વાત સામે આવી છે, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો, કોમ્પ્યુટરો અને ડિજિટલ સાધનો કબજે કરાયા છે, બેનામી એકાઉન્ટ મારફતે નાણાંની હેરાફેરી કરાઇ હોવાની વાત પણ સામે આવી છે. GST દ્વારા 4.62 કરોડની બોગસ ITC બ્લોક કરાઇ છે.

1 કરોડથી વધુ રકમવાળા એકાઉન્ટ ફ્રીઝ કરાયા

36 કરોડની ચલ-અચલ સંપત્તિ અટેચ કરાઈ છે અને 25 ટેક્સપેયર્સમાંથી 14 જેન્યુઇન નહીં હોવાની વાત સામે આવી છે, જીએસટી વિભાગે વોન્ટેડ અલ્કેશ સામે LOC નોટિસ ઈશ્યુ કરી છે. અઠવાડિયા અગાઉ રાજ્યભરમાં એક સાથે 25 સ્થળોએ GST વિભાગે તપાસ હાથ ધરી હતી, માલની હકીકત વિના ખોટી રીતે ઇનપુર ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે 100 કરોડથી વધુની કરચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનો મુખ્ય સૂત્રધાર જામનગર સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા દ્વારા એક વિસ્તૃત બોગસ બિલિંગ નેટવર્ક દ્વારા રચવામાં આવ્યું છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે અને સતત દેખરેખને પગલે, વિભાગે 3 ઓક્ટોબરના રોજ 25 જગ્યાઓ પર એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. જેમાં મુખ્ય આરોપી ભાગીદાર CA ફર્મ BRAHM એસોસિએટ્સની ઓફિસ અને તેનું રહેઠાણ પણ સામેલ હતું.

GSTIN ઓળખપત્રોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો

અત્યાર સુધીની તપાસમાં 14 બિન-અસલી કરદાતા (NGTP) કંપનીઓની સંડોવણી માલની વાસ્તવિક હિલચાલ વિના નકલી ઈન્વોઈસ જારી કરવામાં અને છેતરપિંડીભર્યા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવાઓને સક્ષમ બનાવવામાં હોવાનું બહાર આવ્યું છે. પ્રારંભિક પૂછપરછ અને તપાસ હેઠળની કંપનીઓના માલિકોના નિવેદનો દર્શાવે છે કે આમાંની ઘણી કંપનીઓ CA અલ્કેશ પેઢડિયા દ્વારા સીધા નિયંત્રિત અને સંચાલિત હતી. વધુમાં, ઘણી કંપનીઓના કિસ્સામાં, એવું જાણવા મળ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0