Jamnagar : ACB નો સપાટો, CPWD ના આસિસ્ટન્ટ એન્જિનિયર રૂ. 4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશમાં ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોને જામનગરમાં મોટી સફળતા મળી છે. જામનગર ખાતે આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત સી.પી.ડબ્લ્યુ.ડી. (CPWD) ના મદદનીશ ઇજનેર લાખો રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં આબાદ ઝડપાઈ ગયા છે. આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
4.52 લાખની જંગી લાંચની માંગણી કરી
મળતી વિગતો મુજબ, ફરિયાદીના મિત્રના બાંધકામ અંગેના બિલ પાસ કરવાના બદલામાં મદદનીશ ઇજનેરે રૂ. 4.52 લાખની જંગી લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સી.પી.ડબ્લ્યુ.ડી.ની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.
એસીબીની ટીમે અધિકારીને રંગેહાથ પકડી પાડ્યા
જ્યારે ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યા, ત્યારે એસીબીની ટીમે અધિકારીને રંગેહાથ પકડી પાડ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીએ મોબાઈલ ફોન પર લાંચની રકમ સ્વીકાર્યાની કબૂલાત પણ કરી હતી, જેનો મજબૂત પુરાવો એસીબીને હાથ લાગ્યો છે. રાજકોટ એસીબીની ટીમે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપને કારણે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો--- Banaskantha : 2 માસૂમ બાળાઓનું ધોળા દિવસે ઇકો ગાડીમાં અપહરણ થતાં સનસનાટી, હાઈવે અને આસપાસ વિસ્તારમાં નાકાબંધી કરાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

