Jamnagar: સાયબર ક્રાઈમની ટીમે ઓનલાઈન ફ્રોડમાં બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી ગેંગને ઝડપી
જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમ તેમજ SOG પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓનલાઈન ફ્રોડના ગુન્હામાં બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી આંતરરાજ્ય ગેંગના આરોપીઓને દબોચી લીધા છે.પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ પોલીસે 4 સાયબર માફિયાઓને પકડી પાડીને લેપટોપ, ટેબલેટ, મોબાઈલ ફોન તેમજ સંખ્યાબંધ બેંકના ક્રેડિટ કાર્ડ-ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ જામનગરમાંથી નાણાં સગેવગે કરી રહ્યા હતા, ત્યારે આ સમયે પોલીસે દોડીને આરોપીઓને પકડી પાડ્યા હતા. જામનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામનગરમાં ઓસવાળ હોસ્પિટલ સામે આવેલા કૈલાસ હોટેલના રૂમ નંબર 209માં ત્રણ અજાણ્યા શખ્સો લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઈલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડથી મેળવેલા નાણા સગેવગે કરવાની પેરવીમાં છે. લેપટોપ, ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત જે બાતમીના આધારે સાયબર કાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી પોલીસ સ્ટાફને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલા અને કમિશનથી મેળવેલા અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગના નાણા પોતાના પાસે રહેલા લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓને નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય, જેઓને જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગના ચારેય સભ્યોની અટકાયત કર્યા બાદ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે અને તેમણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તેમજ કેટલા નાણાની હેરફેર કરી છે. જે સમગ્ર બાબતો મેળવવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અને આરોપીઓના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીઓના નામ 1) રાહુલ હિરાભાઈ નારોલા 2) એમ.ડી.બાદશા એમ.ડી.નાસિર 3) અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો 4) સ્થાનિક શખ્સ તુષાર ઘેટીયા પોલીસ દ્વારા આ આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટસની 3 ચેકબુક, અલગ-અલગ બેંકના ડેબિટ કાર્ડ 8, 1 લેપટોપ, 1 ટેબલેટ, 5 મોબાઈલ ફોન અને છુટક 3 સીમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમ તેમજ SOG પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓનલાઈન ફ્રોડના ગુન્હામાં બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી આંતરરાજ્ય ગેંગના આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
પોલીસે 4 સાયબર માફિયાઓને પકડી પાડીને લેપટોપ, ટેબલેટ, મોબાઈલ ફોન તેમજ સંખ્યાબંધ બેંકના ક્રેડિટ કાર્ડ-ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ જામનગરમાંથી નાણાં સગેવગે કરી રહ્યા હતા, ત્યારે આ સમયે પોલીસે દોડીને આરોપીઓને પકડી પાડ્યા હતા. જામનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામનગરમાં ઓસવાળ હોસ્પિટલ સામે આવેલા કૈલાસ હોટેલના રૂમ નંબર 209માં ત્રણ અજાણ્યા શખ્સો લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઈલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડથી મેળવેલા નાણા સગેવગે કરવાની પેરવીમાં છે.
લેપટોપ, ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત
જે બાતમીના આધારે સાયબર કાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી પોલીસ સ્ટાફને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલા અને કમિશનથી મેળવેલા અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગના નાણા પોતાના પાસે રહેલા લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓને નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય, જેઓને જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી
પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગના ચારેય સભ્યોની અટકાયત કર્યા બાદ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે અને તેમણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તેમજ કેટલા નાણાની હેરફેર કરી છે. જે સમગ્ર બાબતો મેળવવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અને આરોપીઓના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
આરોપીઓના નામ
1) રાહુલ હિરાભાઈ નારોલા
2) એમ.ડી.બાદશા એમ.ડી.નાસિર
3) અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો
4) સ્થાનિક શખ્સ તુષાર ઘેટીયા
પોલીસ દ્વારા આ આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટસની 3 ચેકબુક, અલગ-અલગ બેંકના ડેબિટ કાર્ડ 8, 1 લેપટોપ, 1 ટેબલેટ, 5 મોબાઈલ ફોન અને છુટક 3 સીમકાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા.