Jamnagar: લાલપુરના જોગવડમાં સામાન્ય બાબતમાં બે શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે બે શખ્સોએ ભેગા મળી પરપ્રાંતિય યુવકની હત્યા કરી છે. ઉંચા અવાજે વાત કરવાની ના પાડતા હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મૃતકના ભાઈએ હત્યાને લઇ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોગવડ ગામે યુવાનની હત્યા
લાલપુર તાલુકાના જોગવડ ગામે યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા 32 વર્ષીય દિલીપ શ્રીવાસ્તવને માર મારી હત્યા કરવામાં આવી છે. મૃતકને ઉંચે અવાજે વાત કરવાની ના પાડતા સામાન્ય બોલાચાલી બાદ બાજુની ઓરડીમાં જ રહેતા બે શખ્સોએ પરપ્રાંતિય યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું.
બે શખ્સોએ પરપ્રાંતિય યુવાનનું ઢીમ ઢાળી દીધું
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.આકાશ દીપકસિંહ અને અવનીશ સુરેન્દ્રસિંહ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ રામકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં પી. એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






