Jamnagar જિલ્લામાં પાકને બચાવવા ખેડૂતોએ કેનાલ મારફત પાણીની માગ કરી
સામાન્ય વરસાદ નોંધાતા ખેતી આધારિત ખેડૂતો ચિંતામાં મુકાયા જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને નુકશાન જશે હાલ મેન કેનાલમાં સ્ટ્રક્ચર તૂટી જવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું જામનગર જિલ્લામાં મોસમનો સારો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં ધ્રોલ અને જોડિયા પંથકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂત દ્વારા જે ખરીફ પાકનું વાવેતર કરવામા આવ્યું છે ત્યારે વરસાદ ખેચાતા હાલ ખેડૂતો પોતાના પાકો બચાવવા માટે કેનાલ મારફત પાણીની માગ કરી રહ્યા છે. બીજી બાજુ આ વિસ્તાર દરિયાકાંઠાથી નજદીક હોવાથી ગામના બોર કે કુવામાં પાણી નથી જેથી 10 ગામના ખેડૂતો પરેશાન બન્યા છે. સામાન્ય વરસાદ નોંધાતા ખેતી આધારિત ખેડૂતો ચિંતામાં મુકાયા સરકાર દ્વારા ઊંડ ડેમ જે સારા વરસાદમાં છલકાઈ ગયો છે તેમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે આજીજી કરી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ પડી ગયો છે. ત્યારે જામનગર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો જામનગર તાલુકા સહીત જામજોધપુર, કાલાવડ,લાલપુરમાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ ધ્રોલ અને જોડિયા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાતા ખેતી આધારિત ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે જામનગરના જોડિયાના 10 ગામના ખેડૂતો દ્વારા સત્વરે કેનાલ મારફત પાણી છોડવા માટે તંત્રને રજૂઆત કરી છે. જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને નુકશાન જશે અને પડતા પર પાટુ જેવી સ્થિતિ ખેડૂતો પર સર્જાશે. જિલ્લામાં ચોમાસાની શરૂઆત તો સારી થઈ હતી પરંતુ બાદમાં વરસાદ ખેંચાતા હાલ ખેતીની સ્થિતિ ખરાબ થવા પામી છે. જોડીયા ધ્રોલ અને જામનગરનાં ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ જામનગર જિલ્લામાં જોડીયા ધ્રોલ અને જામનગરનાં ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ થયો છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જોડિયા અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઊંડ કેનાલમાંથી પાણી આપવામાં આવતું હતું. પરંતુ કેનાલનું પાણી બંધ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ જ્યારે કુદરત રૂઠી છે તો બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રામપર, જોડીયા, લીંબુડા, વાવડી, નેસડા, હડીયાણા સહિતના ગામોના ખેડૂતો જામનગરની સિંચાઈ વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી. માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂત દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. હાલ મેન કેનાલમાં સ્ટ્રક્ચર તૂટી જવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું જામનગર જિલ્લામાં તમામ જળાશયો 90 ટકા જેટલા ભરાઈ ગયા છે. તેમજ ઊંડ ડેમનું પાણી હાલ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સરકારની મંજૂરી લીધા બાદ આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ મેન કેનાલમાં સ્ટ્રક્ચર તૂટી જવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. ત્યારે પહેલા સ્ટ્રક્ચરનું રીપેરીંગ કામ કરવામાં આવશે. અને ધીમે ધીમે કેનાલમાં પાણી છોડવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરની વાત કરીએ તો 90 ટકા ખેડૂતોએ વાવેતર કરી લીધું છે. ત્યારે જોડિયા તાલુકામાં 1 અઠવાડિયામાં વરસાદ નહિ આવે તો ખેડૂતોના વાવેલ પાક બળી જશે. સરકાર સિંચાઈ માટેની વ્યવસ્થા તાત્કાલિક કરે સાથે-સાથે જે વિસ્તારમાં સિંચાઈની પણ વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો માટે સિંચાઇની પણ વ્યવસ્થા આવતા દિવસોમાં કરવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સામાન્ય વરસાદ નોંધાતા ખેતી આધારિત ખેડૂતો ચિંતામાં મુકાયા
- જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને નુકશાન જશે
- હાલ મેન કેનાલમાં સ્ટ્રક્ચર તૂટી જવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું
જામનગર જિલ્લામાં મોસમનો સારો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં ધ્રોલ અને જોડિયા પંથકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂત દ્વારા જે ખરીફ પાકનું વાવેતર કરવામા આવ્યું છે ત્યારે વરસાદ ખેચાતા હાલ ખેડૂતો પોતાના પાકો બચાવવા માટે કેનાલ મારફત પાણીની માગ કરી રહ્યા છે. બીજી બાજુ આ વિસ્તાર દરિયાકાંઠાથી નજદીક હોવાથી ગામના બોર કે કુવામાં પાણી નથી જેથી 10 ગામના ખેડૂતો પરેશાન બન્યા છે.
સામાન્ય વરસાદ નોંધાતા ખેતી આધારિત ખેડૂતો ચિંતામાં મુકાયા
સરકાર દ્વારા ઊંડ ડેમ જે સારા વરસાદમાં છલકાઈ ગયો છે તેમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે આજીજી કરી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ પડી ગયો છે. ત્યારે જામનગર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો જામનગર તાલુકા સહીત જામજોધપુર, કાલાવડ,લાલપુરમાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ ધ્રોલ અને જોડિયા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાતા ખેતી આધારિત ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે જામનગરના જોડિયાના 10 ગામના ખેડૂતો દ્વારા સત્વરે કેનાલ મારફત પાણી છોડવા માટે તંત્રને રજૂઆત કરી છે. જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને નુકશાન જશે અને પડતા પર પાટુ જેવી સ્થિતિ ખેડૂતો પર સર્જાશે. જિલ્લામાં ચોમાસાની શરૂઆત તો સારી થઈ હતી પરંતુ બાદમાં વરસાદ ખેંચાતા હાલ ખેતીની સ્થિતિ ખરાબ થવા પામી છે.
જોડીયા ધ્રોલ અને જામનગરનાં ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ
જામનગર જિલ્લામાં જોડીયા ધ્રોલ અને જામનગરનાં ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ થયો છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જોડિયા અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઊંડ કેનાલમાંથી પાણી આપવામાં આવતું હતું. પરંતુ કેનાલનું પાણી બંધ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ જ્યારે કુદરત રૂઠી છે તો બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રામપર, જોડીયા, લીંબુડા, વાવડી, નેસડા, હડીયાણા સહિતના ગામોના ખેડૂતો જામનગરની સિંચાઈ વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી. માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂત દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
હાલ મેન કેનાલમાં સ્ટ્રક્ચર તૂટી જવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું
જામનગર જિલ્લામાં તમામ જળાશયો 90 ટકા જેટલા ભરાઈ ગયા છે. તેમજ ઊંડ ડેમનું પાણી હાલ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સરકારની મંજૂરી લીધા બાદ આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ મેન કેનાલમાં સ્ટ્રક્ચર તૂટી જવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. ત્યારે પહેલા સ્ટ્રક્ચરનું રીપેરીંગ કામ કરવામાં આવશે. અને ધીમે ધીમે કેનાલમાં પાણી છોડવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરની વાત કરીએ તો 90 ટકા ખેડૂતોએ વાવેતર કરી લીધું છે. ત્યારે જોડિયા તાલુકામાં 1 અઠવાડિયામાં વરસાદ નહિ આવે તો ખેડૂતોના વાવેલ પાક બળી જશે. સરકાર સિંચાઈ માટેની વ્યવસ્થા તાત્કાલિક કરે સાથે-સાથે જે વિસ્તારમાં સિંચાઈની પણ વ્યવસ્થા નથી ત્યાં ખેડૂતો માટે સિંચાઇની પણ વ્યવસ્થા આવતા દિવસોમાં કરવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.