Jamnagar જિલ્લાના SPનું બોગસ ફેસબુક આઈડી બનાવી ઠગાઈ કરનારાની ધરપકડ

જામનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુના નામની બોગસ ફેસબુક આઈડી બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી જામનગરની સાઈબર ક્રાઈમ સેલની ટુકડીએ ઉપાડી લીધો છે અને જામનગર લઈ આવ્યા પછી તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લાની સાઈબર ક્રાઈમની ટીમ સક્રિય બની આરોપીએ જામનગર જિલ્લાની 3 વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઈલ આઈ.ડી. બનાવી તે આઈ.ડી. મારફતે લોકો સાથે વાતચીત કરી લોકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ બહાના હેઠળ ફ્રોડ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુદ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી જામનગર જિલ્લાની સાઈબર ક્રાઈમની ટીમ સક્રિય બની છે. નકલી FB આઇડી બનાવીને લોકો સાથે ઠગાઈ કરાઈ તમને જણાવી દઈએ કે જામનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુના નામનું નકલી ફેસબુક આઈડી બનાવીને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે તેની જાણકારી મળી હતી.જેને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને DYSP જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PI આઈ.એ. ઘાસુરા અને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વોચ રાખવામાં આવી રહી હતી. જે દરમ્યાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂનું નામ અને ફોટાનો ઉપયોગ કરીને ફેસબુક ઉપર નકલી આઈ.ડી. બનાવી પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ઠગાઈ કરવાના ઈરાદાથી આઈ.ડી પર વેચાણ માટે વસ્તુઓની ખોટી પોસ્ટ કરી ગુન્હો કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગર જિલ્લાની ત્રણ વ્યક્તિને શિકાર બનાવ્યા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરીને ઈરસાન ફજ્જાર ખાન જાતે. મેઉ ઉ.24નામના આરોપીને રાજસ્થાન રાજયના અલવર તાલુકાના કકરાલી ગામ ખાતેથી પકડી પાડયો હતો.જેને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. તેને જિલ્લાની 3 વ્યક્તિને પોતાના શિકાર બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. લોકોનો વિશ્વાસ કેળવી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી બીજી તરફ આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસનો પ્રજાજોગ સંદેશો સાયબર અપરાધીઓ દ્વારા વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદ્દાનો ઉપયોગ કરી નકલી પ્રોફાઈલ બનાવીને તેમાં ઘરવખરીનો જુનો સામાન, મોટરસાઈકલ, મોબાઈલ, સ્કુટર અને અન્ય તમામ જુની ચીજ વસ્તુઓ વેચાણ માટેની જાહેરાત આપી લોકોનો વિશ્વાસ લેતો હતો અને તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી આવી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પરની જાહેરાત, પોસ્ટની ખરાઈ કરી રૂબરૂ મુલાકાત કરી ત્યારબાદ આર્થિક વ્યવહાર કરવો નહીં તેમ જણાવ્યું હતું.

Jamnagar જિલ્લાના SPનું બોગસ ફેસબુક આઈડી બનાવી ઠગાઈ કરનારાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુના નામની બોગસ ફેસબુક આઈડી બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી જામનગરની સાઈબર ક્રાઈમ સેલની ટુકડીએ ઉપાડી લીધો છે અને જામનગર લઈ આવ્યા પછી તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાની સાઈબર ક્રાઈમની ટીમ સક્રિય બની

આરોપીએ જામનગર જિલ્લાની 3 વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઈલ આઈ.ડી. બનાવી તે આઈ.ડી. મારફતે લોકો સાથે વાતચીત કરી લોકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ બહાના હેઠળ ફ્રોડ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુદ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી જામનગર જિલ્લાની સાઈબર ક્રાઈમની ટીમ સક્રિય બની છે.

નકલી FB આઇડી બનાવીને લોકો સાથે ઠગાઈ કરાઈ

તમને જણાવી દઈએ કે જામનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુના નામનું નકલી ફેસબુક આઈડી બનાવીને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે તેની જાણકારી મળી હતી.જેને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને DYSP જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PI આઈ.એ. ઘાસુરા અને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વોચ રાખવામાં આવી રહી હતી. જે દરમ્યાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂનું નામ અને ફોટાનો ઉપયોગ કરીને ફેસબુક ઉપર નકલી આઈ.ડી. બનાવી પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ઠગાઈ કરવાના ઈરાદાથી આઈ.ડી પર વેચાણ માટે વસ્તુઓની ખોટી પોસ્ટ કરી ગુન્હો કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જામનગર જિલ્લાની ત્રણ વ્યક્તિને શિકાર બનાવ્યા

સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરીને ઈરસાન ફજ્જાર ખાન જાતે. મેઉ ઉ.24નામના આરોપીને રાજસ્થાન રાજયના અલવર તાલુકાના કકરાલી ગામ ખાતેથી પકડી પાડયો હતો.જેને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. તેને જિલ્લાની 3 વ્યક્તિને પોતાના શિકાર બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

લોકોનો વિશ્વાસ કેળવી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી

બીજી તરફ આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસનો પ્રજાજોગ સંદેશો સાયબર અપરાધીઓ દ્વારા વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદ્દાનો ઉપયોગ કરી નકલી પ્રોફાઈલ બનાવીને તેમાં ઘરવખરીનો જુનો સામાન, મોટરસાઈકલ, મોબાઈલ, સ્કુટર અને અન્ય તમામ જુની ચીજ વસ્તુઓ વેચાણ માટેની જાહેરાત આપી લોકોનો વિશ્વાસ લેતો હતો અને તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી આવી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પરની જાહેરાત, પોસ્ટની ખરાઈ કરી રૂબરૂ મુલાકાત કરી ત્યારબાદ આર્થિક વ્યવહાર કરવો નહીં તેમ જણાવ્યું હતું.