Jamnagar: ખાનગી બસોમાંથી બેટરીની ચોરી કરનારો તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાં તાજેતરમાં ગુરુદ્વારા પાસે પાર્ક કરેલી અને સાત રસ્તા નજીક પાર્ક કરેલી ખાનગી બસમાંથી 10 જેટલી બેટરીની ચોરી થઈ હતી. જે ભેદ ઉકેલવામાં જામનગર એલ.સી.બી.ને સફળતા મળી છે અને રાજકોટ પંથકમાંથી એક શખ્સને ઝડપી આ ગુન્હામાં અન્ય કોઈ શખ્સ સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.બેટરી ચોરની ફરિયાદ પોલીસને મળી હતી જામનગરમાં બેટરી ચોર શખ્સો જાણે સક્રિય બન્યા હોય તેમ ખાનગી ટ્રાવેલ્સમાંથી બેટરી ચોરીની પોલીસ ફરિયાદ પોલીસ વિભાગને મળી હતી. જેમાં જામનગર એલ.સી.બી. દ્વારા આ ગુન્હા અંતર્ગત પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી, જે વેળાએ શહેરના દિગ્મામ સર્કલ નજીક અંધાશ્રમ પુલ પાસેથી એક શંકાસ્પદ શખ્સ ઈકો કાર સાથે હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટુકડીએ ત્વરીત ધસી જઈ મહેબુબ અલાઉદીનને સકંજામાં લીધો હતો. અલગ અલગ વ્હીકલમાંથી બેટરી ચોરી કર્યાની કરી કબૂલાત પોલીસે તેના કબજામાંથી જુદી જુદી કંપનીની ચોરેલી બેટરી ઉપરાંત એક મોબાઈલ અને ઈકો કાર સહિત રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બેટરીઓ ચોરેલી હોવાનું પોલીસ પુછપરછમાં ખુલ્યુ હતુ. પકડાયેલા શખ્સની પુછપરછમાં જામનગરના જુદા જુદા બે વિસ્તાર તેમજ રાજકોટમાં છેલ્લા 6થી 8 માસના સમયગાળામાં ટ્રક, ટ્રેકટર, ટ્રેઈલર અને ખાનગી બસમાંથી પણ બેટરીની ચોરી આચર્યાની કેફિયત આપી હતી. પોલીસે આ ગુન્હામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તેને લઈ તપાસ શરૂ કરી પકડાયેલા શખ્સ સામે કાલાવડમાં 3 સહિત 8 ગુના નોંધાયાનું ખુલ્યું છે. જામનગર પોલીસે પકડી પાડેલા શખ્સ સામે અગાઉ ટંકારા, બેડી મરીન, ગોંડલ તાલુકા, વઢવાણ અને જોરાવરનગર ઉપરાંત કાલાવડ પોલીસ મથક ખાતે જુદા જુદા ત્રણ સહિત કુલ 8 ગુના નોંધાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ. જેમાં મોટાભાગના ગુના ચોરી સંબંધિત હોવાનું જાહેર થયુ છે. હાલ જામનગર પોલીસ દ્વારા આ ગુન્હામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 

Jamnagar: ખાનગી બસોમાંથી બેટરીની ચોરી કરનારો તસ્કર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેરમાં તાજેતરમાં ગુરુદ્વારા પાસે પાર્ક કરેલી અને સાત રસ્તા નજીક પાર્ક કરેલી ખાનગી બસમાંથી 10 જેટલી બેટરીની ચોરી થઈ હતી. જે ભેદ ઉકેલવામાં જામનગર એલ.સી.બી.ને સફળતા મળી છે અને રાજકોટ પંથકમાંથી એક શખ્સને ઝડપી આ ગુન્હામાં અન્ય કોઈ શખ્સ સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

બેટરી ચોરની ફરિયાદ પોલીસને મળી હતી

જામનગરમાં બેટરી ચોર શખ્સો જાણે સક્રિય બન્યા હોય તેમ ખાનગી ટ્રાવેલ્સમાંથી બેટરી ચોરીની પોલીસ ફરિયાદ પોલીસ વિભાગને મળી હતી. જેમાં જામનગર એલ.સી.બી. દ્વારા આ ગુન્હા અંતર્ગત પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી, જે વેળાએ શહેરના દિગ્મામ સર્કલ નજીક અંધાશ્રમ પુલ પાસેથી એક શંકાસ્પદ શખ્સ ઈકો કાર સાથે હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટુકડીએ ત્વરીત ધસી જઈ મહેબુબ અલાઉદીનને સકંજામાં લીધો હતો.

અલગ અલગ વ્હીકલમાંથી બેટરી ચોરી કર્યાની કરી કબૂલાત

પોલીસે તેના કબજામાંથી જુદી જુદી કંપનીની ચોરેલી બેટરી ઉપરાંત એક મોબાઈલ અને ઈકો કાર સહિત રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બેટરીઓ ચોરેલી હોવાનું પોલીસ પુછપરછમાં ખુલ્યુ હતુ. પકડાયેલા શખ્સની પુછપરછમાં જામનગરના જુદા જુદા બે વિસ્તાર તેમજ રાજકોટમાં છેલ્લા 6થી 8 માસના સમયગાળામાં ટ્રક, ટ્રેકટર, ટ્રેઈલર અને ખાનગી બસમાંથી પણ બેટરીની ચોરી આચર્યાની કેફિયત આપી હતી.

પોલીસે આ ગુન્હામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તેને લઈ તપાસ શરૂ કરી

પકડાયેલા શખ્સ સામે કાલાવડમાં 3 સહિત 8 ગુના નોંધાયાનું ખુલ્યું છે. જામનગર પોલીસે પકડી પાડેલા શખ્સ સામે અગાઉ ટંકારા, બેડી મરીન, ગોંડલ તાલુકા, વઢવાણ અને જોરાવરનગર ઉપરાંત કાલાવડ પોલીસ મથક ખાતે જુદા જુદા ત્રણ સહિત કુલ 8 ગુના નોંધાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ. જેમાં મોટાભાગના ગુના ચોરી સંબંધિત હોવાનું જાહેર થયુ છે. હાલ જામનગર પોલીસ દ્વારા આ ગુન્હામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.