Jamnagar: ખાખી પર લાગ્યો બુટલેગર સાથે સાંઠગાંઠનો ડાઘ! નાઘેડી દારૂ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સસ્પેન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર પોલીસબેડામાં ભારે ખળભળાટ અને ફફડાટ મચાવી દે તેવી એક મોટી શિસ્તભંગની કાર્યવાહી સામે આવી છે. દોઢ મહિના પૂર્વે જામનગર નજીક આવેલા નાઘેડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા એક કરોડ રૂપિયાના વિદેશી દારૂના દરોડાના પ્રકરણમાં સ્થાનિક પોલીસ કર્મચારીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. રેન્જ આઈ.જી. (IG) નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની સંડોવણી અંગે હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા પુરાવા મળતાં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરીને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
એક કરોડના દારૂ પર SMCનો દરોડો
દોઢ મહિના અગાઉ જામનગર નજીક નાઘેડી ગામની સીમમાં કુખ્યાત બુટલેગર રામ મોઢવાડિયાના દારૂના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં અંદાજે એક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આટલા મોટા પાયે દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની જાણ બહાર કેવી રીતે ઉતર્યો તે દિશામાં આઈ.જી. નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
બુટલેગરના પરિજનો સાથે ફોન પર વાતચીત
ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સની તપાસમાં ધડાકો થયો હતો કે હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને બુટલેગરના પરિજનોના મોબાઈલ નંબર પરથી અનેક વખત વાતચીત થઈ હતી. એટલું જ નહીં, SMCના દરોડા સમયે પણ ફોન કોલ થયા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં એવી પણ ચોંકાવનારી હકીકત ખુલી હતી કે દરોડા સમયે હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાનું મોબાઈલ લોકેશન હેડક્વાર્ટરથી સીધું જ દરોડાના સ્થળ એટલે કે નાઘેડીમાં નોંધાયું હતું.હેડ કોન્સ્ટેબલ બદલી કરી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય
તપાસમાં તમામ પુરાવા સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાની રાજકોટ ગ્રામ્ય બદલી કરી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લેવાયો છે. આ કડક કાર્યવાહી બાદ જામનગર પોલીસબેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ પ્રકરણમાં હજુ વધુ પોલીસકર્મીઓની સંડોવણી સામે આવશે કે કેમ તે અંગે ચર્ચાઓ તેજ બની છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી PM મોદી દિલ્હી જવા રવાના, મંત્રી ભવનમાં પૂર્વ મંત્રી સૌરભ દલાલની એન્ટ્રીથી તર્ક-વિતર્ક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

