Jamnagar: કોર્પો.ના ઢોર ડબ્બામાં ભયંકર કાદવમાં ગાય-વાછરડીનાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોરના ડબ્બાઓ ખાતે રહેલી ગાયો અને ખુંટીયાઓની સાર સંભાળના સ્થાનની સફાઈમાં અભાવ, ડોક્ટરોની ગેરહાજરી અને પશુધનની સાંચવણમાં તંત્રની બેદરકારીને કારણે દૈનિક 8 થી 10 ગૌ-વંશ પશુઓના મૃત્યુની ફરિયાદ લાંબા સમયથી ઉભી છે. તા.ર જુલાઈના રોજ વ્યાપક ધરણા છતાં સ્થિતિ સુધરી નથી. કાદમાં જન્મ પામેલી એક નવજાત વાછરડી અને કણસતી પ્રસુતા ગાયના કાદવમાં તરફડીને મોત થયા છે. જેનો વીડીયો સામે આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા શહેરમાંથી દૈનિક ધોરણે 13 થી રખડતા પશુઓને પકડવામાં આવે છે. જેમાં પડાયેલા ખુંટીયાઓને રણજીતસાગર ડેમ પાસેના ડબ્બામાં અને ગાયોને હાપા પાસેના ડબ્બામાં મોકલવામાં આવે છે. પશુઓ પોતાની કુદરતી વૃત્તિ મુજબ તે કોરી અને સ્વચ્છ જગ્યામાં જ બેસતા હોય છે. પરંતુ બંને ડબ્બાઓમાં પારાવાર કીચડની સ્થિતિ હોવાથી પશુઓ કાદવ-કીચડમાં ખડા રહીને થાકીને ફસડાઈ પણ પડે છે.
ઉપરાંત ખુંટીયાઓમાં આંતરિક અથડામણ અને અન્ય મેડિકલ કારણોસર બંને સ્થળે રોજે-રોજ ગૌ-વંશના મોત થાય છે. અધિકારીઓ દ્વારા ગાયો પકડતા સ્ટાફને સ્પષ્ટ સુચના હોવા છતાં સગર્ભા ગાયને શા માટે પકડવામાં આવી ? તે સવાલ ગાય-વાછરડાના મોત સાથે ઉઠે છે.
ઉલ્લેખનિય છે કે, હાલમાં તા.ર જુલાઈએ જ અનેક સંસ્થાઓએ અને ગૌ-સેવા કરતા યુવાઓએ હાથમાં મૃત ગાયોના ફોટા રાખીને કોર્પોરેશન ખાતે આવીને ગાયોની હત્યા બંધ કરો...બંધ કરોના જોરદાર સુત્રોચ્ચાર કરીને તંત્રને આવેદન પણ આપ્યું હતું. જે વેળાએ તંત્રની ખાતરી છતાં સ્થિતિ સુધરી નથી.
What's Your Reaction?






