Jamnagar: એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય 'AJHE-26' સંયુક્ત કવાયત યોજાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગામી 17થી 19 નવેમ્બર દરમિયાન 'ધ એન્યુઅલ જોઈન્ટ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ એક્સરસાઇઝ 2026' (AJHE-26) અંતર્ગત ભવ્ય ત્રણ દિવસીય સંયુક્ત કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કવાયતને લઈને હાલ જામનગરના આકાશમાં જોરદાર પ્રેક્ટિસનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
ત્રણેય પાંખો, કોસ્ટ ગાર્ડ, NDMA અને વિદેશી પ્રતિનિધિઓ જોડાશે
આ સંયુક્ત કવાયતમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો ભાગ લેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) તેમજ મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓ પણ આ કવાયતમાં જોડાશે. વિવિધ સુરક્ષા દળો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવાના મુખ્ય હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
વાવાઝોડા, ભૂકંપ, પૂર અને રાસાયણિક કટોકટી સામે સજ્જતાનું પરીક્ષણ
ત્રણ દિવસીય 'AJHE-26' કવાયત દરમિયાન વાવાઝોડા, ભૂકંપ અને પૂર જેવી ગંભીર કુદરતી આપત્તિઓ સામેની તૈયારીનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવશે. આ સાથે જ રાસાયણિક કટોકટી જેવી અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિઓમાં રાહત અને બચાવ કામગીરીની સજ્જતા પણ ચકાસવામાં આવશે. આ કવાયત થકી કોઈપણ આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ, સંયુક્ત કામગીરી અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad: મેમનગરમાં જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી, શોભાયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો ભક્તો જોડાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

