Jamnagar: આધારકાર્ડ કેન્દ્રો નિરાધાર બન્યા, કામગીરી બંધ થતા લોકોને ધરમના ધક્કા

જામનગર શહેર અને જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્રો નિરાધાર બન્યા હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. એજન્સીઓએ પગાર ન વધારતા કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા છેલ્લા 10 દિવસથી શહેરના મહેસુલ સેવા સદન કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી બંધ થતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.આધારકાર્ડની કામગીરી છેલ્લા 10 દિવસથી બંધ જામનગર શહેરમાં સેકશન રોડ પર આવેલા મહેસુલ સેવા સદનમાં એટીવીટી સેન્ટરમાં આધારકાર્ડ કેન્દ્ર કાર્યરત છે. જેમાં શહેર વિસ્તારમાં આધારકાર્ડની કામગીરી છેલ્લા 10 દિવસથી બંધ છે. આથી આધારકાર્ડ કેન્દ્રમાં કામગીરી બંધ રહેતા લોકોને ધરમના ધકકા થયા હતા. આ બાબતની કોઈ જાણ કરવામાં ન આવતા ગરમીમાં લોકોને પગે પાણી ઉતર્યા હતા. આટલું જ નહીં લોકોના નાણાં અને સમયનો વ્યય થયો હોવાની ફરિયાદો ઉઠી છે. હજારો લોકોના આધારકાર્ડ ક્યારે નીકળશે? આ બાબતે રજૂઆતો કરવા છતાં પગલાં ન લેવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે જામનગર શહેર અને જિલ્લામાં હજારો લોકોના આધારકાર્ડ ક્યારે નીકળશે? તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે. બીજી બાજુ આધારકાર્ડ ન હોવાને કારણે આ હજારો લોકોના બાળકોના શાળા પ્રવેશ સહિતના મહત્વના કામો અટકી પડ્યા છે અને આ હજારો લોકો અનેક પ્રકારની હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં આધારકાર્ડ બનાવવા માટેની જે મુખ્ય કચેરી છે, ત્યાં પણ તાજેતરમાં દિવસો સુધી આધારકાર્ડ કામગીરી બંધ થવા પામી હતી. હજારો લોકો થયા પરેશાન આમ, સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આધારકાર્ડ સંબંધિત એજન્સીઓ સાથેનો તંત્ર અને સરકારનો વ્યવહાર સુચારૂ રીતે ચાલી રહ્યો ન હોય છેવટે આ સ્થિતિની સઘળી માઠી અસરો આધારકાર્ડ મેળવવા ઈચ્છતાં હજારો લોકોએ સહન કરવી પડે છે. હાલ આ સમગ્ર બાબતોનું યોગ્ય સંકલન કરવાની આવશ્યકતા દેખાઈ રહી છે. કારણ કે હાલમાં જોવા મળતી વિસંગતતાઓને કારણે સમગ્ર શહેર અને જિલ્લામાં આધારકાર્ડ કામગીરીને અસરો પહોંચી છે. આ દિશામાં યોગ્ય માર્ગદર્શન દ્વારા નિર્ણય વેળાસર લેવાય એવું હજારો લોકો ઈચ્છી રહ્યા છે. કેમ કે, લોકોને આધારકાર્ડ મળી રહ્યા ન હોય હજારો લોકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે.  

Jamnagar: આધારકાર્ડ કેન્દ્રો નિરાધાર બન્યા, કામગીરી બંધ થતા લોકોને ધરમના ધક્કા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેર અને જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્રો નિરાધાર બન્યા હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. એજન્સીઓએ પગાર ન વધારતા કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા છેલ્લા 10 દિવસથી શહેરના મહેસુલ સેવા સદન કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી બંધ થતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.

આધારકાર્ડની કામગીરી છેલ્લા 10 દિવસથી બંધ

જામનગર શહેરમાં સેકશન રોડ પર આવેલા મહેસુલ સેવા સદનમાં એટીવીટી સેન્ટરમાં આધારકાર્ડ કેન્દ્ર કાર્યરત છે. જેમાં શહેર વિસ્તારમાં આધારકાર્ડની કામગીરી છેલ્લા 10 દિવસથી બંધ છે. આથી આધારકાર્ડ કેન્દ્રમાં કામગીરી બંધ રહેતા લોકોને ધરમના ધકકા થયા હતા. આ બાબતની કોઈ જાણ કરવામાં ન આવતા ગરમીમાં લોકોને પગે પાણી ઉતર્યા હતા. આટલું જ નહીં લોકોના નાણાં અને સમયનો વ્યય થયો હોવાની ફરિયાદો ઉઠી છે.

હજારો લોકોના આધારકાર્ડ ક્યારે નીકળશે?

આ બાબતે રજૂઆતો કરવા છતાં પગલાં ન લેવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે જામનગર શહેર અને જિલ્લામાં હજારો લોકોના આધારકાર્ડ ક્યારે નીકળશે? તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે. બીજી બાજુ આધારકાર્ડ ન હોવાને કારણે આ હજારો લોકોના બાળકોના શાળા પ્રવેશ સહિતના મહત્વના કામો અટકી પડ્યા છે અને આ હજારો લોકો અનેક પ્રકારની હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં આધારકાર્ડ બનાવવા માટેની જે મુખ્ય કચેરી છે, ત્યાં પણ તાજેતરમાં દિવસો સુધી આધારકાર્ડ કામગીરી બંધ થવા પામી હતી.

હજારો લોકો થયા પરેશાન

આમ, સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આધારકાર્ડ સંબંધિત એજન્સીઓ સાથેનો તંત્ર અને સરકારનો વ્યવહાર સુચારૂ રીતે ચાલી રહ્યો ન હોય છેવટે આ સ્થિતિની સઘળી માઠી અસરો આધારકાર્ડ મેળવવા ઈચ્છતાં હજારો લોકોએ સહન કરવી પડે છે. હાલ આ સમગ્ર બાબતોનું યોગ્ય સંકલન કરવાની આવશ્યકતા દેખાઈ રહી છે.

કારણ કે હાલમાં જોવા મળતી વિસંગતતાઓને કારણે સમગ્ર શહેર અને જિલ્લામાં આધારકાર્ડ કામગીરીને અસરો પહોંચી છે. આ દિશામાં યોગ્ય માર્ગદર્શન દ્વારા નિર્ણય વેળાસર લેવાય એવું હજારો લોકો ઈચ્છી રહ્યા છે. કેમ કે, લોકોને આધારકાર્ડ મળી રહ્યા ન હોય હજારો લોકો પરેશાનીઓ ભોગવી રહ્યા છે.