Jamnagarમાં PSI વતી રૂપિયા 1 લાખની લાંચ લેતો લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

Jun 12, 2025 - 11:00
Jamnagarમાં PSI વતી રૂપિયા 1 લાખની લાંચ લેતો લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળના ખંભાળિયા ગેટ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા છે, જેમાં પી.એસ.આઈ.અને રાઈટર વતી કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યા બાદ એસીબીએ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, રૂપિયા 1 લાખની માગી હતી લાંચ.

આક્ષેપીત નં.(૧) ધમભાઇ બટુકભાઇ મોરી,

પો.કોન્સ., રાયટર, ઉધોગનગર પોલીસ ચોકી, સીટી-સી ડીવીઝન પો.સ્ટે. જામનગર

આક્ષેપીત નં.(૨) આર.ડી.ગોહીલ,

પો.સ.ઇ., ઉધોગનગર પોલીસ ચોકી, સીટી-સી ડીવીઝન પો.સ્ટે. જામનગર

આક્ષેપીત નં.(૩)

રવિભાઇ ગોવિદભાઇ શર્મા, ઉ.વ.૩૩, અનાર્મ્ડ પો.કોન્સ., એસ.ઓ.જી., જામનગર

લાંચની માંગણીની રકમઃ- રૂ.1,00,000

લાંચની સ્વીકારેલ રકમઃ- રૂ.1,00,000

લાંચની રીકવર કરેલ રકમઃ- રૂ.1,00,000

ટ્રેપનું સ્થળ

પંચાયત કાફે રેસ્ટોરન્ટ ની બાજુમાં, જકાતનાકા રોડ, સમર્પણ સર્કલ, જામનગર

અરજીમાં હેરાનગતિ નહી કરવા માટે માગી લાંચ

આ કામના ફરીયાદી વિરૂધ્ધ જામનગર સીટી-સી ડીવીઝન પો.સ્ટે. હેઠળની ઉધોગનગર પોલીસ ચોકીમાં અગાઉ ચિટીંગ અંગેની અરજી થયેલ હતી. ભવિષ્યમાં હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા અને હેરાન ગતી નહી થાય તે માટે આક્ષેપીત નં.(૩) નાએ ફરીયાદીને આક્ષેપીત નં.(૧) તથા (૨) નાઓને રૂબરૂ મળી કાંઇક વહીવટ કરી દેવાનુ જણાવતા ફરીયાદી આ કામના આક્ષેપીત નં.(૧) ને મળતા આક્ષેપીત નં.(૧) નાએ ફરીયાદી પાસે રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી આક્ષેપીત નં.(૩) ને આપી દેવા જણાવેલ. તેમજ આક્ષેપીત નં.(૩) નાએ ફરીયાદીશ્રીને પોલીસ ચોકીએ રૂબરૂ બોલાવી આક્ષેપીત નં.(૨) ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપીત નં.(૨) વતી ફરીયાદી પાસે રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ

લાંચમાં બે આરોપીઓ ફરાર

આક્ષેપીત નં.(૨) નાએ સહમતી આપેલ હોય, પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ જામનગર ખાતે સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ ઉપર આવેલ, પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીત નં.(૩) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આક્ષેપીત નં.(૧) તથા (૨) વતી લાંચની રકમ રૂ1 લાખ/- ફરીયાદી પાસે માંગી, સ્વીકારી ગુનાહીત ગેરવર્તણુક કરી ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી બનાવ સ્થળેથી આક્ષેપીત નં.(૩) ઝડપાઈ ગયેલ. આક્ષેપીત નં.(૧) તથા (૨) નાઓ મળી આવેલ નથી.

ટ્રેપીંગ અધિકારી :

આર.એન.વિરાણી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ

સુપરવિઝન અધિકારી :

જે.એમ.આલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0