Jamnagarમાં ડેન્ગ્યુના 250 કેસ નોંધાયા, સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકયું
જામનગર શહેર-જિલ્લામાં તહેરવારોની સાથે સાથે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હવે દર્દીઓથી ઉભરાઈ રહી છે.ગ્રામ્યના અને શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દર્દીઓની લાઈનો રોજ સર્જાય છે. સપ્ટેમ્બર માસ અને ઓક્ટોબર માસના 7 દિવસની વાત કરીએ તો શહેરની જી.જી.હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના 250 અને કોર્પોરેશનના દવાખાનાઓમાં 106 અને ગ્રામ્યના છ તાલુકાઓમાં 100થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. ડેન્ગ્યુનો કહેર શહેરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોમાંથી 44 કેસ તો છેલ્લા 8 દિવસના છે. ડેન્ગ્યુના કહેરને નાથવા કોર્પોરેશનનું અને જિલ્લાનું આરોગ્ય તંત્ર-મેલેરીયા વિભાગ ડોર-ટુ-ડોર સર્વે સહિતની કામગીરી કરી રહ્યું છે.આ વર્ષે જિલ્લામાં અતિવૃષ્ટી સાથે કુલ સરેરાશ 45 ઈચ જેવો વરસાદ પડયા બાદ ઓગ્સ્ટના અંત ભાગથી ભરાયેલા પાણીને કારણે ક્રમશ: મચ્છરોનું ઉત્સર્જન શરુ થઈ ગયું હતું. જેણે દિવસો વિતવા સાથે લોકોને ડંખ મારીને પોતાની તાકાતનો પરચો આપી દીધો છે. તેથી ડેન્ગ્યુના દૈનિક સંખ્યાબંધ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે, સરકારી આંકડા કરતા ખાનગી હોસ્પિટલોનો અને ઘરે સારવાર લઈ રહ્યા હોય તેવા દર્દીઓનો આંકડો મોટી ગણાય છે. દરરોજ 100 થી 125 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે કોર્પોરેશનના 12 અર્બન હેલ્થ સેન્ટરોમાં દરરોજ 100 થી 125 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં તાવના 390 કેશ મળ્યા હતા. જી જી હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. મનીષ મહેતાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં જીજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે જેમાં 500થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. ડેન્ગ્યુના દરરોજ 100 જેટલા દર્દીઓ આવી રહ્યાં છે. લોકોમાં સાદા તાવ તેમજ શરદી-ઉધરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. હાલ ડેંગ્યુના 25થી 30 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ઋતુજન્ય રોગચાળો સતત વકરી રહ્યો જ્યારે વાયરલ ઈન્ફેકશનના 5 જેટલા દર્દીઓને દરરોજ દાખલ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગે આ રોગચાળો સિઝનલ તેમજ ડેન્ગ્યુ મચ્છરના કારણે થાય છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા દરેક ઘરોમાં મચ્છરની ઉત્પત્તિના સ્થાનો ચેક કરવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા ડેન્ગ્યુના મચ્છરો પેદા કરે તેવા 1178 પાત્રો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. આ સાથે મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આમ તંત્ર દૈનિક ધોરણે મચ્છરો સાથે લડી રહ્યું છે. છતાં ઋતુજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર શહેર-જિલ્લામાં તહેરવારોની સાથે સાથે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હવે દર્દીઓથી ઉભરાઈ રહી છે.ગ્રામ્યના અને શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દર્દીઓની લાઈનો રોજ સર્જાય છે. સપ્ટેમ્બર માસ અને ઓક્ટોબર માસના 7 દિવસની વાત કરીએ તો શહેરની જી.જી.હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના 250 અને કોર્પોરેશનના દવાખાનાઓમાં 106 અને ગ્રામ્યના છ તાલુકાઓમાં 100થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.
ડેન્ગ્યુનો કહેર
શહેરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોમાંથી 44 કેસ તો છેલ્લા 8 દિવસના છે. ડેન્ગ્યુના કહેરને નાથવા કોર્પોરેશનનું અને જિલ્લાનું આરોગ્ય તંત્ર-મેલેરીયા વિભાગ ડોર-ટુ-ડોર સર્વે સહિતની કામગીરી કરી રહ્યું છે.આ વર્ષે જિલ્લામાં અતિવૃષ્ટી સાથે કુલ સરેરાશ 45 ઈચ જેવો વરસાદ પડયા બાદ ઓગ્સ્ટના અંત ભાગથી ભરાયેલા પાણીને કારણે ક્રમશ: મચ્છરોનું ઉત્સર્જન શરુ થઈ ગયું હતું. જેણે દિવસો વિતવા સાથે લોકોને ડંખ મારીને પોતાની તાકાતનો પરચો આપી દીધો છે. તેથી ડેન્ગ્યુના દૈનિક સંખ્યાબંધ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે, સરકારી આંકડા કરતા ખાનગી હોસ્પિટલોનો અને ઘરે સારવાર લઈ રહ્યા હોય તેવા દર્દીઓનો આંકડો મોટી ગણાય છે.
દરરોજ 100 થી 125 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે
કોર્પોરેશનના 12 અર્બન હેલ્થ સેન્ટરોમાં દરરોજ 100 થી 125 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં તાવના 390 કેશ મળ્યા હતા. જી જી હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો. મનીષ મહેતાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં જીજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે જેમાં 500થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. ડેન્ગ્યુના દરરોજ 100 જેટલા દર્દીઓ આવી રહ્યાં છે. લોકોમાં સાદા તાવ તેમજ શરદી-ઉધરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. હાલ ડેંગ્યુના 25થી 30 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.
ઋતુજન્ય રોગચાળો સતત વકરી રહ્યો
જ્યારે વાયરલ ઈન્ફેકશનના 5 જેટલા દર્દીઓને દરરોજ દાખલ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગે આ રોગચાળો સિઝનલ તેમજ ડેન્ગ્યુ મચ્છરના કારણે થાય છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા દરેક ઘરોમાં મચ્છરની ઉત્પત્તિના સ્થાનો ચેક કરવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા ડેન્ગ્યુના મચ્છરો પેદા કરે તેવા 1178 પાત્રો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. આ સાથે મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આમ તંત્ર દૈનિક ધોરણે મચ્છરો સાથે લડી રહ્યું છે. છતાં ઋતુજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે.