Jamnagarની જી.જી.હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઓર્થોપેડિકને લગતા ઓપરેશન થયા બંધ, વાંચો Special Story

વિવાદમાં રહેવા ટેવાયેલી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં આવેલુ મહત્વપૂર્ણ આઈઆઈટીવી બંધ થઈ જતા ઓપરેશનો પણ બંધ થઈ ગયા છે. જેના કારણે ગરીબ અને ન પોસાય તેવા લોકો ધરાર હાથ-પગ ભાંગેલી હાલતમાં 9 દિવસથી મશીન ચાલુ થવાની રાહ જોઈને બેઠા છે. કારીગર કામ કરી રહ્યાં છે બીજી બાજુ તંત્ર આ ટેકનિકલ બાબત હોય, કારીગર રીપેર કરે તેની રાહ જોઈ રહ્યું છે અને આવતીકાલ સુધીમાં આ મશીન ચાલુ થઇ જશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.રાજ્યની બીજા નંબરની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં દૈનિક સુવિધાઓ સદંતર ખોરવાઈ ગઈ છે, અહી આવતા ગરીબ દર્દીઓ ઈલાજને બદલે બેબાકળા બની ભાગદોડ કરવા મજબૂર બન્યા છે, દૈનિક 2000થી વધુ OPD અને 1200-1500 જેટલા ઇન્ડોર પેશન્ટ ધરાવતી જામનગરની જીજી હોસ્પિટલમાં ક્યારેક એક્ષ રે સુવિધા ખોરવાઈ ગઈ છે. લોકો ખાનગી હોસ્પિટલ તરફ દોડયા ક્યારે કે સોનોગ્રાફી મશીન બગડી જાય છે ત્યારે હાલ આ હોસ્પિટલમાં ઓર્થોવિભાગમાં આવેલ આઇઆઇટીવી મશીન બંધ થતા દર્દીઓના ઓપરેશન બંધ થયા છે.સરકારી હોસ્પિટલ જી.જી.માં ઓર્થોપેડિકના દરરોજ અનેક ઓપરેશનો કરવામાં આવે છે. જેમાં આઈઆઈટીવી મહત્વનો ભાગ ભજવે છે. આના વગર ઓપરેશન કરવું લગભગ શક્ય નથી. આ મશીન છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી બંધ થઈ જતા ઓપરેશનો બંધ થઈ ગયા છે અને લોકોની મુશ્કેલીનો પાર નથી. જે લોકો પીડા સહન નથી કરી શકતા તે પ્રાઈવેટ હોસ્પિટલ તરફ દોટ મૂકે છે. પાર્ટસ આવશે એટલે શરૂ થશે ઓપરેશન જ્યારે જેમની આર્થિક હાલત સારી નથી તેઓ ધરાર પીડા સહન કરીને હોસ્પિટલમાં મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમનું ઓપરેશન થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈઆઈટીવી મશીન શંકાસ્પદ રીતે અવારનવાર ખરાબ થાય છે. જેના કારણે પ્રાયવેટ હોસ્પિટલોને બખ્ખા થઈ પડે છે. હાલ આ મશીન કેવી રીતે ખરાબ થયું છે તેની તપાસ થવી અત્યંત જરૂરી છે. હાલ તો આ સમગ્ર બાબતે હોસ્પિટલના અધિક્ષક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે હોસ્પિટલમાં આઈઆઈટીવી મશીન છેલ્લા અઠવાડિયાથી બંધ છે. જેના કારણે ઓપરેશન પણ બંધ છે. બે આઈઆઈટીવી છે. બંને બંધ થઈ જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. એક-બે દિવસમાં પાર્ટસ આવી જતા કદાચ મશીન શરૂ થઈ જશે. 14 દર્દીઓ ઓપરેશન વિનાના હાલ પુરુષ વિભાગમાં 14 જેટલા દર્દીઓ ઓપરેશન વિના પરેશાન થયા છે જોકે મહિલા વોર્ડમાં આંકડો તો સામે આવ્યો નથી એટલે કહી શકાય કે 20 થી વધારે દર્દીઓ હાલ ઓપરેશન ના થવાને કારણે હોસ્પિટલમાં પીડા સહન કરી રહ્યાં છે. જામનગર જિલ્લાની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં સમસ્યાનો ભંડાર છે, જામનગરનીની જીજી હોસ્પિટલમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાંથી સરેરાશ 2000થી વધારે OPD દર્દી આવે છે, અને અહીંની હોસ્પિટલમાં 1200થી વધુ બેડ છે. જામનગરની જીજી હોસ્પીટલમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે એના કરતા કઈ સુવિધા કામ કરતી નથી, એનું લિસ્ટ મોટું છે. સરકાર આરોગ્ય બાબત કરોડોના ખર્ચા કરે છે, પણ હોસ્પિટલમાં જોવા મળતી અસુવિધા જોતા આ ખર્ચા પાણીમાં જતા હોય એવું જણાય છે.

Jamnagarની જી.જી.હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઓર્થોપેડિકને લગતા ઓપરેશન થયા બંધ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિવાદમાં રહેવા ટેવાયેલી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં આવેલુ મહત્વપૂર્ણ આઈઆઈટીવી બંધ થઈ જતા ઓપરેશનો પણ બંધ થઈ ગયા છે. જેના કારણે ગરીબ અને ન પોસાય તેવા લોકો ધરાર હાથ-પગ ભાંગેલી હાલતમાં 9 દિવસથી મશીન ચાલુ થવાની રાહ જોઈને બેઠા છે.

કારીગર કામ કરી રહ્યાં છે

બીજી બાજુ તંત્ર આ ટેકનિકલ બાબત હોય, કારીગર રીપેર કરે તેની રાહ જોઈ રહ્યું છે અને આવતીકાલ સુધીમાં આ મશીન ચાલુ થઇ જશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.રાજ્યની બીજા નંબરની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં દૈનિક સુવિધાઓ સદંતર ખોરવાઈ ગઈ છે, અહી આવતા ગરીબ દર્દીઓ ઈલાજને બદલે બેબાકળા બની ભાગદોડ કરવા મજબૂર બન્યા છે, દૈનિક 2000થી વધુ OPD અને 1200-1500 જેટલા ઇન્ડોર પેશન્ટ ધરાવતી જામનગરની જીજી હોસ્પિટલમાં ક્યારેક એક્ષ રે સુવિધા ખોરવાઈ ગઈ છે.


લોકો ખાનગી હોસ્પિટલ તરફ દોડયા

ક્યારે કે સોનોગ્રાફી મશીન બગડી જાય છે ત્યારે હાલ આ હોસ્પિટલમાં ઓર્થોવિભાગમાં આવેલ આઇઆઇટીવી મશીન બંધ થતા દર્દીઓના ઓપરેશન બંધ થયા છે.સરકારી હોસ્પિટલ જી.જી.માં ઓર્થોપેડિકના દરરોજ અનેક ઓપરેશનો કરવામાં આવે છે. જેમાં આઈઆઈટીવી મહત્વનો ભાગ ભજવે છે. આના વગર ઓપરેશન કરવું લગભગ શક્ય નથી. આ મશીન છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી બંધ થઈ જતા ઓપરેશનો બંધ થઈ ગયા છે અને લોકોની મુશ્કેલીનો પાર નથી. જે લોકો પીડા સહન નથી કરી શકતા તે પ્રાઈવેટ હોસ્પિટલ તરફ દોટ મૂકે છે.

પાર્ટસ આવશે એટલે શરૂ થશે ઓપરેશન

જ્યારે જેમની આર્થિક હાલત સારી નથી તેઓ ધરાર પીડા સહન કરીને હોસ્પિટલમાં મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમનું ઓપરેશન થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈઆઈટીવી મશીન શંકાસ્પદ રીતે અવારનવાર ખરાબ થાય છે. જેના કારણે પ્રાયવેટ હોસ્પિટલોને બખ્ખા થઈ પડે છે. હાલ આ મશીન કેવી રીતે ખરાબ થયું છે તેની તપાસ થવી અત્યંત જરૂરી છે. હાલ તો આ સમગ્ર બાબતે હોસ્પિટલના અધિક્ષક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે હોસ્પિટલમાં આઈઆઈટીવી મશીન છેલ્લા અઠવાડિયાથી બંધ છે. જેના કારણે ઓપરેશન પણ બંધ છે. બે આઈઆઈટીવી છે. બંને બંધ થઈ જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. એક-બે દિવસમાં પાર્ટસ આવી જતા કદાચ મશીન શરૂ થઈ જશે.

14 દર્દીઓ ઓપરેશન વિનાના

હાલ પુરુષ વિભાગમાં 14 જેટલા દર્દીઓ ઓપરેશન વિના પરેશાન થયા છે જોકે મહિલા વોર્ડમાં આંકડો તો સામે આવ્યો નથી એટલે કહી શકાય કે 20 થી વધારે દર્દીઓ હાલ ઓપરેશન ના થવાને કારણે હોસ્પિટલમાં પીડા સહન કરી રહ્યાં છે. જામનગર જિલ્લાની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં સમસ્યાનો ભંડાર છે, જામનગરનીની જીજી હોસ્પિટલમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાંથી સરેરાશ 2000થી વધારે OPD દર્દી આવે છે, અને અહીંની હોસ્પિટલમાં 1200થી વધુ બેડ છે. જામનગરની જીજી હોસ્પીટલમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે એના કરતા કઈ સુવિધા કામ કરતી નથી, એનું લિસ્ટ મોટું છે. સરકાર આરોગ્ય બાબત કરોડોના ખર્ચા કરે છે, પણ હોસ્પિટલમાં જોવા મળતી અસુવિધા જોતા આ ખર્ચા પાણીમાં જતા હોય એવું જણાય છે.