Jamnagarના બાલંભામાં 50 મજૂરો વરસાદી પાણીમાં ફસાતા SDRFની ટીમે રેસ્કયૂ કર્યું

જામનગરના બાલંભામાં 50 મજૂરોનું રેસ્કયૂ કરાયું ભારે વરસાદમાં ફસાયા હતા મજૂરો SDRFની ટીમે કર્યુ મજૂરોનું રેસ્કયૂ જામનગરના બાલંભામાં ભારે વરસાદની વચ્ચે 50 મજૂરો વરસાદી પાણીમાં ફસાતા એસડીઆરએફની ટીમ દ્રારા રેસ્કયૂ કરાયું હતુ.ભારે વરસાદમાં મજૂરો પરિવાર સાથે ફસાયા હતા,હાલ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે,એસડીઆરએફની ટીમ દ્રારા જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્કયૂ કામગીરી યથાવત રાખી છે. વાહનવ્યવહાર અટવાયો જામનગર અને ખંભાળિયા સહિત હાલારવાસીઓ માટે મહત્વના ગણાતો આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આજે વહેલી સવારે પૂરના પાણી માર્ગ પરથી પસાર થતાં વાહન વ્યવહારને અસર થઈ હતી અને માર્ગ પર ચક્કાજામ જોવા મળ્યો હતો. બસ ઉપરાંત એક તુફાન તેમજ ટ્રક સહિતના અનેક વાહનો ફસાયા હતા. જે બાદ આ બંધ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. જામનગરમાં પણ સારો વરસાદ જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં ૧૧ ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.તાલુકાની વાત કરીએ તો, જામનગર તાલુકામાં ૧૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ ૧૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં ૧૦-૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકા ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર આજે તારીખ ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૨ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Jamnagarના બાલંભામાં 50 મજૂરો વરસાદી પાણીમાં ફસાતા SDRFની ટીમે રેસ્કયૂ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરના બાલંભામાં 50 મજૂરોનું રેસ્કયૂ કરાયું
  • ભારે વરસાદમાં ફસાયા હતા મજૂરો
  • SDRFની ટીમે કર્યુ મજૂરોનું રેસ્કયૂ

જામનગરના બાલંભામાં ભારે વરસાદની વચ્ચે 50 મજૂરો વરસાદી પાણીમાં ફસાતા એસડીઆરએફની ટીમ દ્રારા રેસ્કયૂ કરાયું હતુ.ભારે વરસાદમાં મજૂરો પરિવાર સાથે ફસાયા હતા,હાલ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે,એસડીઆરએફની ટીમ દ્રારા જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્કયૂ કામગીરી યથાવત રાખી છે.

વાહનવ્યવહાર અટવાયો

જામનગર અને ખંભાળિયા સહિત હાલારવાસીઓ માટે મહત્વના ગણાતો આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આજે વહેલી સવારે પૂરના પાણી માર્ગ પરથી પસાર થતાં વાહન વ્યવહારને અસર થઈ હતી અને માર્ગ પર ચક્કાજામ જોવા મળ્યો હતો. બસ ઉપરાંત એક તુફાન તેમજ ટ્રક સહિતના અનેક વાહનો ફસાયા હતા. જે બાદ આ બંધ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા.


જામનગરમાં પણ સારો વરસાદ

જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં ૧૧ ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.તાલુકાની વાત કરીએ તો, જામનગર તાલુકામાં ૧૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર અને લાલપુર તાલુકામાં પણ ૧૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરના કાલાવડ અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં તથા પોરબંદર તાલુકામાં ૧૦-૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, રાજકોટ તાલુકા ૯ ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ, સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી.


મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર

આજે તારીખ ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર કરીને ૧૦૫ ટકા સુધી પહોંચ્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૨ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.