Jamnagarના કાલાવડના બેરાજા ગામે મહિલા સરપંચના પતિ રૂ.75,000ની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એસીબીએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. ગામના મહિલા સરપંચના પતિ દિનેશ તેજા અને તેમના વચેટિયા હમીર દેવરાજ સોલંકીને રૂ.75,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. બેરાજા અને ભલસાણ ગામની સીમમાં આવેલી બેલાની ખાણ લીઝ પર ચલાવતા એક ફરિયાદી પાસેથી ગ્રામ પંચાયત તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે આ લાંચની માંગણી કરવામાં આવી હતી.
સરપંચ પતિ દિનેશ તેજા સહિત એક વચેટીયાની ધરપકડ
મહિલા સરપંચના પતિ હોવા છતાં દિનેશ તેજા પોતે જ પંચાયતનો વહીવટ ચલાવતા હોવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂ.75,000ની લાંચ માંગી હતી. આ રકમ તેમના વતી હમીર દેવરાજ સોલંકીને આપવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
લીઝ પર ચાલતી ખાણ મુદ્દે હેરાન ન કરવા માગી હતી લાંચ
કાલાવડ રોડ પર માટલી પાટિયા ગામ નજીક હાઈવે પર ગોઠવવામાં આવેલા ટ્રેપ દરમિયાન હમીર સોલંકીએ ફરિયાદી પાસેથી રૂ.75,000ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ એસીબીના સ્ટાફે બંને આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. આ ઘટનાથી પંચાયતી રાજમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
What's Your Reaction?






