IRCTC: 8 સપ્ટેમ્બરે પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે "સ્પેશિયલ ટ્રેન" દોડશે

હવેથી જૈનધર્મ અને બીજા તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા અને સેવા વધારવા નિરંતર કટીબદ્ધ છે. યાત્રિયોની સુવિધા માટે અને "સંવત્સરી જૈન મહાપર્વ" નિમિત્તે ટ્રેનોમાં વધારાની ભીડ ઘટાડવા માટે, પશ્ચિમ રેલવેએ પાલીતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-ટ્રેન નંબર 09122/09121 પાલીતાણા - બાંદ્રા એક્સપ્રેસ - પાલિતાણા ટ્રેન નંબર 09122 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વિશેષ ટ્રેન 08 સપ્ટેમ્બર, 2024 (રવિવાર)ના રોજ પાલિતાણાથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન નંબર 09121 બાંદ્રા ટર્મિનસ - પાલિતાણા એક્સપ્રેસ સ્પેશિયલ 06 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે પાલીતાણા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સિહોર જંકશન (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09121/09122નું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઈટ પર આજે 18.00 વાગ્યે શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

IRCTC: 8 સપ્ટેમ્બરે પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે "સ્પેશિયલ ટ્રેન" દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



હવેથી જૈનધર્મ અને બીજા તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા અને સેવા વધારવા નિરંતર કટીબદ્ધ છે. યાત્રિયોની સુવિધા માટે અને "સંવત્સરી જૈન મહાપર્વ" નિમિત્તે ટ્રેનોમાં વધારાની ભીડ ઘટાડવા માટે, પશ્ચિમ રેલવેએ પાલીતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09122/09121 પાલીતાણા - બાંદ્રા એક્સપ્રેસ - પાલિતાણા
ટ્રેન નંબર 09122 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વિશેષ ટ્રેન 08 સપ્ટેમ્બર, 2024 (રવિવાર)ના રોજ પાલિતાણાથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન નંબર 09121 બાંદ્રા ટર્મિનસ - પાલિતાણા એક્સપ્રેસ સ્પેશિયલ 06 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે પાલીતાણા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સિહોર જંકશન (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09121/09122નું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઈટ પર આજે 18.00 વાગ્યે શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.