Internet : આવતીકાલે સેફર ઈન્ટરનેટ ડેની કરાશે ઉજવણી, ગોપનીયતાનું રક્ષણ કરવું જરૂરી
આજના સમયમાં સ્કૂલે જતા નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી કદાચ જ કોઈએ આ શબ્દ નહીં સાંભળ્યો હોય. આપણાં દરેક કાર્યમાં ઈન્ટરનેટ જાણે આપણું સાથી બની ગયું હોય, તેવી રીતે આપણે દિવસ દરમિયાન અનેક વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈશું. કોઈપણ પ્રશ્ન હોય તો તુરંત જ આપણે ઓનલાઈન સર્ચ કરવા માંડીએ છીએ, ખરૂં ને ? અને એ વાત પણ એટલી જ સાચી છે કે ઈન્ટરનેટ પરથી સર્ચ કરીને મેળવેલી માહિતી પર પણ આપણે આંખ બંધ કરીને ભરોસો મુકી દઈએ છીએ. બરાબર.. વાંચકમિત્રો આજે છે 11 ફેબ્રુઆરી, એટલે કે સેફર ઈન્ટરનેટ ડે. હવે ઈન્ટરનેટ ડે વિશે તો અંદાજ લગાવી શકાય કે ચલો, ઈન્ટરનેટ એટલે આપણાં ફોનમાં આપણે ડેટા ઓન કરીને જાણે જીંદગી ઓન કરી દેતા હોય તેવો અહેસાસ. પરંતુ આ સેફર ઈન્ટરનેટ ડે એટલે શું ? અને તેની શું જરૂર પડે છે? એવો પ્રશ્ન તમને અવશ્ય થશે. ટેકનોલોજીની પણ બે બાજુ હોય છે જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે તેમજ દરેક સુવિધા કે ટેકનોલોજીની પણ બે બાજુ હોય છે. એક સકારાત્મક અને એક નકારાત્મક. ઈન્ટરનેટે ચોક્કસથી આપણું કામ સરળ કરી દીધું છે, પળભરમાં આપણને દુનિયાભરની માહિતી મળતી થઈ ગઈ છે. પછી ભલે તે તાજેતરના સમાચાર શોધવાનું હોય, ખરીદી હોય , અભ્યાસ માટે ઓનલાઈન કોર્સ લેવાનું હોય કે પછી વિશ્વભરના લોકો સાથે કનેક્ટ થવાનું હોય, ઈન્ટરનેટે વિશ્વને નાનું બનાવી દીધું છે.પરંતુ આ સુવિધા તેની સાથે અનેક નકારાત્મકતાઓ પણ લઈને આવે છે. જે આપણે જાણવી ખૂબ જરૂરી છે. એટલા માટે સેફર ઈન્ટરનેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. લોકો ઈન્ટરનેટ ઉપયોગ પૂર્ણ જાગૃતિ સાથે કરે અને કોઈ પણ ગફલતમાં ન આવી જાય તે હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. હવે તમને એમ થશે કે વળી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં તો શેનું જોખમ ? જેમ જેમ ઇન્ટરનેટનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે, ઓનલાઈન છેતરપિંડી પણ તે જ દરે વધી રહી છે. ઈન્ટરનેટના ઉપયોગથી અનેક પ્રકારના ગુનાઓ પણ આચરવામાં આવે છે, આજના કનેક્ટેડ વિશ્વમાં ઓનલાઈન સ્કેમ, ઓળખની ચોરી અને હેકિંગની સમસ્યાઓ વધી રહી છે. જેને સાયબર ક્રાઈમ તરીકે ઓળખવામાં આવે છે, આ પ્રકારની ગુનાખોરીની પ્રવૃત્તિઓ વિરૂદ્ધ તમામ ઈન્ટરનેટ વપરાશકારોમાં જાગૃતિ આવે તે પણ ખૂબ જરૂરી છે. આપણે દરરોજ ઓનલાઈન દુનિયામાં વ્યવહાર કરીએ છીએ અને આમ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે આપણી અંગત માહિતી અને ગોપનીયતાનું રક્ષણ કરવું જરૂરી છે. તમારું સરનામું, ફોન નંબર, પાસવર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર અને બેંક ખાતાની માહિતી જેવી સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળો. તમને કોઈપણ ક્ષણે એમ લાગે કે તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો હેલ્પલાઈન નં. 1930ની અવશ્ય મદદ લો.ઇન્ટરનેટ એ એક શક્તિશાળી માધ્યમ છે જે આપણને ઘણી રીતે લાભ આપી શકે છે, પરંતુ જો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જ.
![Internet : આવતીકાલે સેફર ઈન્ટરનેટ ડેની કરાશે ઉજવણી, ગોપનીયતાનું રક્ષણ કરવું જરૂરી](https://epapercdn.sandesh.com/images/2025/02/10/doUYzBeEGEWTAUX6kjQCr3HGqfergiXAgj0lB0xU.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજના સમયમાં સ્કૂલે જતા નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી કદાચ જ કોઈએ આ શબ્દ નહીં સાંભળ્યો હોય. આપણાં દરેક કાર્યમાં ઈન્ટરનેટ જાણે આપણું સાથી બની ગયું હોય, તેવી રીતે આપણે દિવસ દરમિયાન અનેક વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈશું. કોઈપણ પ્રશ્ન હોય તો તુરંત જ આપણે ઓનલાઈન સર્ચ કરવા માંડીએ છીએ, ખરૂં ને ? અને એ વાત પણ એટલી જ સાચી છે કે ઈન્ટરનેટ પરથી સર્ચ કરીને મેળવેલી માહિતી પર પણ આપણે આંખ બંધ કરીને ભરોસો મુકી દઈએ છીએ. બરાબર.. વાંચકમિત્રો આજે છે 11 ફેબ્રુઆરી, એટલે કે સેફર ઈન્ટરનેટ ડે. હવે ઈન્ટરનેટ ડે વિશે તો અંદાજ લગાવી શકાય કે ચલો, ઈન્ટરનેટ એટલે આપણાં ફોનમાં આપણે ડેટા ઓન કરીને જાણે જીંદગી ઓન કરી દેતા હોય તેવો અહેસાસ. પરંતુ આ સેફર ઈન્ટરનેટ ડે એટલે શું ? અને તેની શું જરૂર પડે છે? એવો પ્રશ્ન તમને અવશ્ય થશે.
ટેકનોલોજીની પણ બે બાજુ હોય છે
જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે તેમજ દરેક સુવિધા કે ટેકનોલોજીની પણ બે બાજુ હોય છે. એક સકારાત્મક અને એક નકારાત્મક. ઈન્ટરનેટે ચોક્કસથી આપણું કામ સરળ કરી દીધું છે, પળભરમાં આપણને દુનિયાભરની માહિતી મળતી થઈ ગઈ છે. પછી ભલે તે તાજેતરના સમાચાર શોધવાનું હોય, ખરીદી હોય , અભ્યાસ માટે ઓનલાઈન કોર્સ લેવાનું હોય કે પછી વિશ્વભરના લોકો સાથે કનેક્ટ થવાનું હોય, ઈન્ટરનેટે વિશ્વને નાનું બનાવી દીધું છે.પરંતુ આ સુવિધા તેની સાથે અનેક નકારાત્મકતાઓ પણ લઈને આવે છે. જે આપણે જાણવી ખૂબ જરૂરી છે. એટલા માટે સેફર ઈન્ટરનેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. લોકો ઈન્ટરનેટ ઉપયોગ પૂર્ણ જાગૃતિ સાથે કરે અને કોઈ પણ ગફલતમાં ન આવી જાય તે હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે.
હવે તમને એમ થશે કે વળી ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં તો શેનું જોખમ ?
જેમ જેમ ઇન્ટરનેટનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે, ઓનલાઈન છેતરપિંડી પણ તે જ દરે વધી રહી છે. ઈન્ટરનેટના ઉપયોગથી અનેક પ્રકારના ગુનાઓ પણ આચરવામાં આવે છે, આજના કનેક્ટેડ વિશ્વમાં ઓનલાઈન સ્કેમ, ઓળખની ચોરી અને હેકિંગની સમસ્યાઓ વધી રહી છે. જેને સાયબર ક્રાઈમ તરીકે ઓળખવામાં આવે છે, આ પ્રકારની ગુનાખોરીની પ્રવૃત્તિઓ વિરૂદ્ધ તમામ ઈન્ટરનેટ વપરાશકારોમાં જાગૃતિ આવે તે પણ ખૂબ જરૂરી છે. આપણે દરરોજ ઓનલાઈન દુનિયામાં વ્યવહાર કરીએ છીએ અને આમ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે આપણી અંગત માહિતી અને ગોપનીયતાનું રક્ષણ કરવું જરૂરી છે. તમારું સરનામું, ફોન નંબર, પાસવર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર અને બેંક ખાતાની માહિતી જેવી સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળો. તમને કોઈપણ ક્ષણે એમ લાગે કે તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છો તો હેલ્પલાઈન નં. 1930ની અવશ્ય મદદ લો.ઇન્ટરનેટ એ એક શક્તિશાળી માધ્યમ છે જે આપણને ઘણી રીતે લાભ આપી શકે છે, પરંતુ જો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જ.