Indiaમાં ગિફ્ટ સિટી ખાતે કેમ્પસનું નેતૃત્વ કરવા માટે પ્રથમ ડીનની નિમણૂક કરાઇ

Jun 20, 2025 - 14:30
Indiaમાં ગિફ્ટ સિટી ખાતે કેમ્પસનું નેતૃત્વ કરવા માટે પ્રથમ ડીનની નિમણૂક કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ (QUB)એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી), ભારતમાં તેના નવા કેમ્પસના પ્રથમ ડીન તરીકે પ્રો. એમ. સતીશ કુમારની નિમણૂકની જાહેરાત કરી છે. પ્રો. કુમાર જુલાઈ 2025થી પદગ્રહણ કરશે અને GIFT સિટીમાં તેમનો મુખ્ય કાર્યભાર સંભાળશે. તેઓ વર્ષ 2026થી નવા કેમ્પસમાં ફેકલ્ટીઓને શૈક્ષણિક નેતૃત્વ પૂરું પાડશે, અને વિદ્યાર્થીઓની પ્રથમ બેચનું સ્વાગત કરશે.

યુનિવર્સિટીની વૈશ્વિક હાજરી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી

આ નિમણૂક પહેલાં, પ્રો. કુમાર 25 વર્ષથી વધુ સમયથી QUB ખાતે સ્કૂલ ઓફ નેચરલ એન્ડ બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં કાર્યરત હતા. તેમણે અગાઉ ક્વીન્સ એકેડેમી ઇન્ડિયા અને ઇન્ટરનેશનલાઇઝેશનના ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવી હતી, આ પહેલાં તેમણે દક્ષિણ એશિયામાં આજ યુનિવર્સિટીની વૈશ્વિક હાજરી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ક્વીન્સના વિશ્વ-સ્તરીય શિક્ષણને નવા પ્રદેશોમાં વિસ્તારવા સક્ષમ બનાવે

ક્વીન્સમાં કાર્યરત હોવા ઉપરાંત, પ્રો. કુમારે બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હી અને કલકત્તા યુનિવર્સિટી, કોલકાતામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. પ્રોફેસર કુમારે તેમની નિમણૂક અંગે જણાવ્યું હતું કે, “મારા માટે આ ગર્વની બાબત છે કે GIFT સિટી ખાતે ક્વીન્સ યુનિવર્સિટીની નવી આંતરરાષ્ટ્રીય શાખાની સ્થાપના કરતી વખતે મને આ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા મળે છે. આ ઐતિહાસિક ક્ષણ અમારા વૈશ્વિક જોડાણની વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે - જેનાથી અમને ક્વીન્સના વિશ્વ-સ્તરીય શિક્ષણને નવા પ્રદેશોમાં વિસ્તારવા સક્ષમ બનાવે છે.

ઉદ્યોગ અને સરકાર સાથે સહયોગને પ્રોત્સાહન આપશે

જે ભારતમાં ઉદ્યોગ અને શૈક્ષણિક હિતધારકો સાથે ઊંડી, લાંબા ગાળાની ભાગીદારી બનાવવામાં મદદરૂપ થશે. સાથે મળીને, અમે પ્રદેશના વિકસતા આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને ઇકોનોમી લેન્ડસ્કેપમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.” QUBના પ્રમુખ અને વાઇસ-ચાન્સેલર,પ્રોફેસર સર ઇયાન ગ્રી, કહે છે "મને ભારતમાં ક્વીન્સના નવા કેમ્પસનું નેતૃત્વ કરવા માટે પ્રોફેસર સતીશ કુમારનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તેમના નેતૃત્વમાં આપણી શૈક્ષણિક ભાગીદારી મજબૂત બનશે સાથે ઉદ્યોગ અને સરકાર સાથે સહયોગને પ્રોત્સાહન આપશે.

જેનાથી વિદ્યાર્થીઓને ઉત્તમ અનુભવ મળશે.

આ આપણા માટે એક મોટી સિદ્ધિ છે કારણ કે અમે GIFT સિટીમાં પ્રથમ યુકે રસેલ ગ્રુપ યુનિવર્સિટી લાવ્યાં છીએ. આવતા વર્ષે યુનિવર્સિટીના પ્રારંભ સાથે હું તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું, અને આશા છે કે અમે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વ્યાપક સમુદાય માટે નવી તકો પ્રદાન કરવામાં સફળ રહીશું. "

સમૃદ્ધ સહયોગી શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો બહોળા અનુભવ છે

QUBના પ્રો-વાઈસ ચાન્સેલર ગ્લોબલ એંગેજમેન્ટ પ્રોફેસર માર્ગારેટ ટોપિંગે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીના અમારા પ્રથમ ડીન તરીકે સતીશની નિમણૂક કરતા અમને આનંદ થાય છે. આ પદ પર કાર્યભાર સંભાળવો એક મહત્વપૂર્ણ ભૂમિકા છે જેના માધ્યમથી દેશમાં અમારા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ભાગીદારો માટે મજબૂત પાયો નાખવામાં આવશે. સતીશ પાસે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને સમૃદ્ધ સહયોગી શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો બહોળા અનુભવ છે. ”

શૈક્ષણિક કર્મચારીઓ નિમણૂકની જાહેરાત

પ્રો. કુમારે ઉપરાંત , અમે ટૂંક સમયમાં શૈક્ષણિક કર્મચારીઓ નિમણૂકની જાહેરાત કરીશું જે કેમ્પસમાં પ્રોગ્રામ ડિલિવરીનું નેતૃત્વ કરશે. અમે શરૂઆતમાં પાંચ અનુસ્નાતક કાર્યક્રમોનો પોર્ટફોલિયો ઓફર કરીશું, જે ભારતીય અર્થતંત્રની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ છે. અમારા અભ્યાસક્રમો અને કાર્યક્રમો વિશે વધુ માહિતી www.qub.ac.uk/india પર મળી શકે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0