Idarમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત, એક મહિનામાં 186 શ્વાન કરડવાના કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના ઈડર તાલુકામાં રખડતા શ્વાનોના ત્રાસની સ્થિતિ ગંભીર બનતી જાય છે. એક જ દિવસમાં ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન કરડવાના 14 જેટલા કેસ નોંધાયા છે. શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. આ ઘટના સાથે બે બાળકો પણ ઘાયલ થયા છે. ચિંતાજનક બાબત એ છે કે ચાર દર્દીઓને ગંભીર ઇજા થતાં હિંમતનગર રિફર કરવામાં આવ્યા છે. આર.એમ.ઓ ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા અનુસાર દર્દીઓને તાત્કાલિક એ.આર.વી અને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે, અને શ્વાન કરડ્યા બાદ પ્રથમ 24 કલાકમાં સારવાર લેવી ફરજિયાત છે.
ઈડરમાં રખડતા શ્વાનોના ત્રાસની સ્થિતિ ગંભીર
જોકે આ બાબતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પણ શ્વાન કરડવાના કેસોથી ભરાઈ ગઈ છે. છેલ્લા 28 દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર માટે આવેલા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. આજના દિવસે પણ ઈડરથી રિફર કરાયેલા ગંભીર દર્દીઓને અહીં સારવાર આપવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનો વધુ ઢીલા પડે છે, જેના કારણે તેમને ચીડચીડા બની લોકો પર હુમલો કરવાની શક્યતા વધી જાય છે.
એક મહિને 186 જેટલા શ્વાન કરડવાના કેસ
આંકડા પર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં માત્ર છેલ્લા એક મહિને 186 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે, અને ઈડર-હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ મળીને 310 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી રખડતા શ્વાનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક તંત્ર રખડતા શ્વાનોને કાબૂમાં લેવા નિષ્ફળ થયું છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. હવે તાત્કાલિક રીતે તંત્ર દ્વારા હડકાયા શ્વાનોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવા પગલાં ભરવાની ભારે માંગ ઊઠી છે.
What's Your Reaction?






