Idar ડેપોમાં GSRTC બસચાલકની બેદરકારી, બસ રિવર્સ લેતી વખતે મુસાફરનો પગ કચડાયો

Oct 26, 2025 - 17:30
Idar ડેપોમાં GSRTC બસચાલકની બેદરકારી, બસ રિવર્સ લેતી વખતે મુસાફરનો પગ કચડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના ઇડર એસ.ટી. બસ ડેપોમાં આજે GSRTC બસચાલકની ઘોર બેદરકારીને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસચાલકે બસ રિવર્સ લેતી વખતે ત્યાં ઊભેલા એક મુસાફર યુવકના પગ પર બસ ચઢાવી દેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇડર બસ સ્ટેન્ડમાં બસચાલક બેફામ રીતે બસને રિવર્સમાં લઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાં ઊભેલા એક પેસેન્જર યુવકને તેણે જોયો નહીં અને અકસ્માત સર્જાયો.

ઇડર ડેપોમાં બસ રિવર્સ લેતી વખતે બની ઘટના

બસનું વ્હીલ યુવકના પગના ભાગે કચડાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ ડેપોમાં હાજર અન્ય મુસાફરો અને સ્ટાફ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ ગંભીર ઇજા હોવાથી તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

મુસાફરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો

બસ ડેપોમાં બેફામ રીતે બસ હંકારતા ચાલકો સામે આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ આક્રોશ વ્યક્ત કર્યો કે GSRTCની સુરક્ષિત સલામતી સવારીની વાતો આ બેદરકારીને કારણે પોકળ સાબિત થઈ છે. અકસ્માત સર્જાયા બાદ પણ ડેપોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે ન ફરકતાં લોકોએ તંત્રના ઉદાસીન વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે બસચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0