Home Minister અમિત શાહ ગુજરાત પ્રવાસમાં આજે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે

Jan 15, 2025 - 09:30
Home Minister અમિત શાહ ગુજરાત પ્રવાસમાં આજે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસની મુલાકાતે છે. ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે અમિત શાહ વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે . અંબોડમાં માણસા સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે. તેમજ 200 કરોડનાં ખર્ચે બની રહેલા બેરેજના ઉદ્ઘાટન કરશે. નારદીપુરમાં નવનિર્મિત રામજી મંદિરમાં પૂજન કરશે. આ ઉપરાંત કલોલ-સાણંદ રોડ 4 લેનની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. અને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બોન બેંકનું લોકાર્પણ કરશે.

ઉત્તરાયણ તહેવાર દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસ પર છે. આજે વાસી ઉત્તરાણયના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ આપતા ઉદ્ઘાટન અને ખાતમૂહૂર્ત કરશે. પ્રથમ દિવસે અમિત શાહે ઉત્તરાયણ પર્વની ઉજવણી કર્યા બાદ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

ઉત્તરાયણના પ્રથમ દિવસે ગૃહમંત્રી અમિતશાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવાર સહિત કાર્યકર્તાઓ સાથે મેમનગર વિસ્તારના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં ધાબા પર પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. તહેવારમાં પતંગ ચગાવતા અમિતશાહે બે પતંગ કાપતા કાર્યકર્તાઓ વધુ ખુશ થયા હતા. અને થોડા સમયમાં જ તેમનો પતંગ કપાઈ ગયો હતો. ત્યારે તેમણે કહ્યું કે મારો પતંગ કપાય છે હું કોઈનો કાપતો નથી. ઉત્તરાયણ તહેવારમાં ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસ પર છે. ત્યારે પ્રથમ દિવસે અમિતશાહે અમદાવાદ શહેરના પારસનગરમાં પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. પોલીસ આવાસમાં બી 920 કક્ષાના 700થી વધુ આવાસો તૈયાર થશે. રૂ 242 કરોડના ખર્ચે તૈયાર થનારો પ્રોજેક્ટ 27 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0