Himmatnagar: માર્ટીનોઝના પીઝામાંથી નીકળી માખી, માલિકે પીઝા તેમની બ્રાન્ચના હોવાની વાત નકારી

ગ્રાહકે ઝોમેટોમાંથી ઓનલાઈન પીઝા ઓર્ડર કર્યા હતામાખી નીકળતા ગ્રાહકે માર્ટીનોઝ પીઝામાં ફરિયાદ કરી માલિકે ગ્રાહકને સમજાવીને ઝોમેટો પર ફરિયાદ કરવાનું કહ્યું ભોજનની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. સાબરકાંઠાના હિંમતનગરમાં જમવાની ચીજવસ્તુઓમાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના માર્ટીનોઝ પીઝામાંથી માખી નીકળી છે. માર્ટીનોઝ પીઝાના માલિકે પીઝા ત્યાંના હોવાની વાત નકારી કાઢી ગ્રાહકે ઝોમેટો નામની એપ્લિકેશનમાંથી ઓનલાઈન જ પીઝાનો ઓર્ડર કર્યો હતો અને જમવાનું પાર્સલ આવ્યા બાદ તેમાંથી માખી નીકળતા ગ્રાહકે માર્ટીનોઝ પીઝામાં ફરિયાદ કરી હતી. ત્યારે માર્ટીનોઝ પીઝાના માલિકે પીઝા ત્યાંના હોવાની વાત નકારી કાઢી હતી અને ગ્રાહકને સમજાવીને ઝોમેટો પર ફરિયાદ કરવા માટે કહ્યું હતું. અમદાવાદમાં ફૂગ વાળા પેંડા ગઈકાલે જ અમદાવાદમાં શહેરીજનને ફૂગવાળા પેંડા મળ્યા હતા. પાલડીમાં આવેલી જય સિયારામ પેંડા વાળાના ત્યાંથી એક ગ્રાહકે પેંડાની ખરીદી કરી હતી. શનિવારે 3 કિલો પેંડા ખરીદ્યા હતા અને ગઈકાલે ખોલતા તમામ પેંડા ફૂગવાળા નીકળ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકે AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવતા AMCએ સેમ્પલ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં થોડા મહિના પહેલા ડોમિનોઝના પિઝા બોક્સમાંથી નીકળી હતી જીવાત થોડા મહિના અગાઉ જ શહેરના અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી ડોમિનોઝ બ્રાન્ચના પિઝાના બોક્સમાંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો હતો. પિઝા બોકસમાંથી જીવાત નીકળવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાતુ હતું કે ડોમિનોઝ પિઝા દ્વારા આપવામાં આવેલા બોક્સની આસપાસ જીવતી જીવાત ફરતી જોવા મળી રહી હતી. જામનગરમાં પણ પિઝામાંથી નીકળી હતી જીવાત થોડા દિવસો પહેલા જ જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી, ત્યારબાદ જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ફરિયાદ કરી હતી.

Himmatnagar: માર્ટીનોઝના પીઝામાંથી નીકળી માખી, માલિકે પીઝા તેમની બ્રાન્ચના હોવાની વાત નકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગ્રાહકે ઝોમેટોમાંથી ઓનલાઈન પીઝા ઓર્ડર કર્યા હતા
  • માખી નીકળતા ગ્રાહકે માર્ટીનોઝ પીઝામાં ફરિયાદ કરી
  • માલિકે ગ્રાહકને સમજાવીને ઝોમેટો પર ફરિયાદ કરવાનું કહ્યું

ભોજનની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. સાબરકાંઠાના હિંમતનગરમાં જમવાની ચીજવસ્તુઓમાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના માર્ટીનોઝ પીઝામાંથી માખી નીકળી છે.

માર્ટીનોઝ પીઝાના માલિકે પીઝા ત્યાંના હોવાની વાત નકારી કાઢી

ગ્રાહકે ઝોમેટો નામની એપ્લિકેશનમાંથી ઓનલાઈન જ પીઝાનો ઓર્ડર કર્યો હતો અને જમવાનું પાર્સલ આવ્યા બાદ તેમાંથી માખી નીકળતા ગ્રાહકે માર્ટીનોઝ પીઝામાં ફરિયાદ કરી હતી. ત્યારે માર્ટીનોઝ પીઝાના માલિકે પીઝા ત્યાંના હોવાની વાત નકારી કાઢી હતી અને ગ્રાહકને સમજાવીને ઝોમેટો પર ફરિયાદ કરવા માટે કહ્યું હતું.

અમદાવાદમાં ફૂગ વાળા પેંડા

ગઈકાલે જ અમદાવાદમાં શહેરીજનને ફૂગવાળા પેંડા મળ્યા હતા. પાલડીમાં આવેલી જય સિયારામ પેંડા વાળાના ત્યાંથી એક ગ્રાહકે પેંડાની ખરીદી કરી હતી. શનિવારે 3 કિલો પેંડા ખરીદ્યા હતા અને ગઈકાલે ખોલતા તમામ પેંડા ફૂગવાળા નીકળ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકે AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવતા AMCએ સેમ્પલ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં થોડા મહિના પહેલા ડોમિનોઝના પિઝા બોક્સમાંથી નીકળી હતી જીવાત

થોડા મહિના અગાઉ જ શહેરના અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી ડોમિનોઝ બ્રાન્ચના પિઝાના બોક્સમાંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો હતો. પિઝા બોકસમાંથી જીવાત નીકળવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાતુ હતું કે ડોમિનોઝ પિઝા દ્વારા આપવામાં આવેલા બોક્સની આસપાસ જીવતી જીવાત ફરતી જોવા મળી રહી હતી.

જામનગરમાં પણ પિઝામાંથી નીકળી હતી જીવાત

થોડા દિવસો પહેલા જ જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી, ત્યારબાદ જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ફરિયાદ કરી હતી.