Himatnagar: પોશીના ગામ હવે સીસીટીવી કેમેરાથી સજ્જ

Apr 17, 2026 - 02:30
Himatnagar: પોશીના ગામ હવે સીસીટીવી કેમેરાથી સજ્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોશીનાઃ ગામની આંતરિક સુરક્ષા અને ટ્રાફ્કિ વ્યવસ્થાને ધ્યાને રાખીને પોશીના પંચાયત દ્વારા મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સમગ્ર ગામમાં અલગ-અલગ વ્યૂહાત્મક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત અત્યારસુધીમાં 60 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. સરપંચ કિંજલબેનના જણાવ્યા અનુસાર, ગામની સુરક્ષા, ગ્રામજનોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ આયોજન કરાયું છે. બહારથી આવતા વાહનોની સંખ્યા વધુ હોવાથી ગ્રામજનોમાં ડરનો માહોલ રહેતો હતો, જે હવે કેમેરાના નિરીક્ષણ હેઠળ ઘટશ ગામના મુખ્ય પ્રવેશદ્વારો અને નાકાઓ પર ખાસ નજર રાખવામાં આવશે જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાય. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે પોશીના ગામના મુખ્ય માર્ગો અને ચોક 24 કલાક દેખરેખ હેઠળ રહેશે, જેનાથી ગુનાખોરી ડામવામાં અને ટ્રાફ્કિ નિયમનમાં મોટી મદદ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0