Himatnagar: વકીલો-નોટરી માટે બેસવાની સગવડ આપવા માટે માંગણી

Jul 18, 2026 - 07:00
Himatnagar: વકીલો-નોટરી માટે બેસવાની સગવડ આપવા માટે માંગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગર- ઈડર રોડ પર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અદ્યતન બહુમાળી ન્યાય સંકુલમાં રોજબરોજ અરજદારો, વકીલો તથા જરૂરી સ્ટેમ્પ ટીકીટ તથા સ્ટેમ્પ ખરીદવા માટે અનેક લોકો અવર જવર કરે છે ત્યારે કેટલાક જરૂરીયાતમંદોને નોટરીની કામગીરી કરનારને શોધવા પડે છે, જેથી હિંમતનગરના એડવોકેટ અને નોટરીઓ માટે ન્યાય સંકુલમાં ભોયતળીયે બેસવાની સગવડ આપવાની માંગ કરાઈ રહી છે. આ અંગે નોટરી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવાયા મુજબ, રોજબરોજ નોટરી કરનારાઓને પ્રજા સાથે સીધો સંપર્ક રહે તે માટે ભોયતળીયે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તો 150થી વધુ નોટરીનું કામ કરતાં વકીલો અને આમ પ્રજાને સંપર્ક કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. ઉલ્લેખનીય છે કે, મોડાસા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં એડવોકેટ તથા નોટરી કરનારાઓ માટે ભોયતળીયે બેસવાની તથા ટેબલની વ્યવસ્થા કરાઈ છે. જેથી હિંમતનગર ન્યાય સંકુલમાં પણ આવી વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી છે. એટલુ જ નહીં પણ અગાઉ જયાં જુની કોર્ટ ચાલતી હતી તે બિલ્ડીંગનું પઝેશન આપી દીધા પછી એડવોકેટ, નોટરીઓની બેઠક વ્યવસ્થા હવે રહી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0