Himatnagar: કુકડીયામાં કચરા નિકાલની ઈ-રિક્ષા પડી રહેતા તર્કવિતર્ક

Mar 28, 2026 - 06:00
Himatnagar: કુકડીયામાં કચરા નિકાલની ઈ-રિક્ષા પડી રહેતા તર્કવિતર્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇડર તાલુકાના કુકડીયા ગામમાં સ્વચ્છતા માટે ઇડર તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવેલી ઈ- રિક્ષા હાલ ઉપયોગ થતો ન હોવાને કારણે ગામમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. એટલુ જ નહીં પણ આ સરકારી રિક્ષા ગામમાં આવેલા એક ઘર નજીક પડી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાજય સરકાર દ્વારા તાલુકા પંચાયતો મારફતે ગ્રામ પંચાયતોને ગામમાંથી કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવા માટે ઈ-રિક્ષા અપાઈ રહી છે ત્યારે ઈડર તાલુકાના કુકડીયા ગામે પંચાયતને અપાયેલી આ રિક્ષા છેલ્લા કેટલાક સમયથી ગામમાં આવેલા એક ઘર નજીક રસ્તા પર ધુળ ખાઈ રહી છે. જેથી ગામમાં રોજબરોજ એકત્ર થતાં કચરાનો નિકાલ ન થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ગ્રામજનોનું કહેવું છે કે, કચરાના વ્યવસ્થાપનમાં ઉભી થતી સમસ્યા ગામમાં ગમે ત્યારે ગંદકી અને રોગચાળો નોતરે તેવી શકયતા નકારી શકાતી નથી. વધુમાં જણાવાયા મુજબ, લાગતા વળગતાઓએ સરકારે આપેલી આ ઈ- રિક્ષાનો સદ્પયોગ થાય તે જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0