Himatnagar: ઉમેદગઢ પાસે કાર, છોટા હાથી વચ્ચે અકસ્માત, 5ને ઈજા

Apr 8, 2026 - 04:30
Himatnagar: ઉમેદગઢ પાસે કાર, છોટા હાથી વચ્ચે અકસ્માત, 5ને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગર, બડોલી : ઇડર તાલુકાના ઉમેદગઢની સીમમાં આવેલ એક સીએનજી પંપ નજીક મંગળવારે કાર અને છોટા હાથી વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ જણાને ઈજા થતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયા હતા જયારે અકસ્માત અંગે ખબર પડતાં ઈડર પોલીસ અકસ્માતના સ્થળે પહોંચી ગઈ હતી. આ અંગેની વિગત એવી છે કે મંગળવારે છોટા હાથી નં.જીજે.27ટીડી.3241 અને કાર નં.એચઆર.55.એએ.5266 વચ્ચે અકસ્માત થતાં ઇડર તરફથી આવી રહેલી છોટા હાથીમાં બે લોકો સવાર હતા, જ્યારે વલાસણા તરફથી આવી રહેલી કારમાં ત્રણ લોકો સવાર હતા. અકસ્માતની ઘટના ઓવરટેક કરવાના પ્રયાસથી બની હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી. આ અકસ્માતમાં પાંચેય લોકોને ઈજા પહોંચી હતી ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0