HimatNagar: ઇડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિ.માં ગર્ભ પરીક્ષણ ઝડપાયું

Feb 20, 2025 - 00:30
HimatNagar: ઇડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિ.માં ગર્ભ પરીક્ષણ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લામાં અનેક ગાયનેક ડોકટરો આરોગ્ય વિભાગના કાયદાઓને નેવે મુકીને અનેક વખત ગર્ભપરિક્ષણ કરી રહ્યા છે.

ત્યારે સાબરકાંઠા આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે અગાઉથી છટકુ ગોઠવીને ઇડરના વલાસણા અને દામોદર વિસ્તારમાં આવેલ કેટલીક હોસ્પિટલોની તપાસ આદરી હતી. દરમિયાન ઇડરમાં આવેલ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલના તબિબો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગર્ભપરિક્ષણ કરતા તબિબને ઝડપી લીધા બાદ હોસ્પિટલના 3 સોનોગ્રાફી મશીનને સીલ કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહી પણ જિલ્લા આરોગ્ય અધિકારીએ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલને નોટિસ પાઠવી ખુલાસો કરવા તાકીદ કરી હતી. આ અંગેેની વિગત એવી છે કે, હિંમતનગર સહિત ઇડરમાં પડોશમાં આવેલ રાજસ્થાનમાંથી અનેક દર્દીઓ સારવાર માટે મેડિકલ હોસ્પિટલનો હબ ગણાતા આ બન્ને શહેરોમાં રોજબરોજ આવતા હોવાને કારણે લોકોની સતત અવરજવર રહે છે. ત્યારે ઇડર બસ સ્ટેન્ડથી થોડેક દુર આવેલ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલની જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમે અગાઉથી મળેલી બાતમી મુજબ, પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગઇ હતી. ત્યારબાદ સતત સાડા ત્રણ કલાક સુધી હોસ્પિટલમાં તપાસ કરાઇ હતી. જેમાં ગર્ભપરિક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ત્રણ મશીનોની હાલત શંકાસ્પદ જણાતા તરત જ સીલ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગે નિયમોનો ભંગ કરવા બદલ હોસ્પિટલના તબિબને નોટિસ પાઠવી સત્વરે ખુલાસો કરવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર-ઇડર સહિત અન્ય ઠેકાણે આવેલ અનેક ગાયનેક હોસ્પિટલોમાં તબીબો દ્વારા હોસ્પિટલમાં ગર્ભપરિક્ષણ થતુ નથી. તેવા બોર્ડ લગાવ્યા બાદ અંદરખાને ગર્ભપરિક્ષણ કરીને તબિબો મહિલા દર્દીઓ અને તેમના સગા પાસેથી મનમાની કરીને ફાવે તેમ પૈસા પડાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ તથા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવે તે ઇચ્છનીય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0