Heavy Rain In Surat: સુરતમાં ભારે વરસાદથી જનજીવનપર અસર, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ; નદીઓ બની ગાંડીતૂર

Jul 24, 2026 - 15:30
Heavy Rain In Surat: સુરતમાં ભારે વરસાદથી જનજીવનપર અસર, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ; નદીઓ બની ગાંડીતૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારે વરસાદથી સુરતની હાલત અતિશય ખરાબ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના (Heavy Rain) કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સચીન GIDCના ઉદ્યોગકારોએ દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત પરિવારોની મદદ માટે 15 હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કર્યા છે. આ ફૂડ પેકેટ સચીન GIDC નોટિફાઈડ એરિયાની ચીફ ઓફિસ ખાતે એકત્ર કરી જિલ્લા કલેક્ટર મારફતે નવસારી, ધરમપુર, વાપી, વલસાડ અને ઉમરગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો

મંડવી તાલુકાનો કાકરાપાર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ સામે હાલ જળસપાટી 162.70 ફૂટે પહોંચી છે. ડેમમાં પાણીની સતત આવકથી નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે અને આદિવાસી વિસ્તારના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ સિવાય ઓલપાડના સાયણ ગામમાં જુલાઈ મહિનામાં બીજી વખત પૂર આવતાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ધારાસભ્ય મુકેશ પટેલે અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો આપ્યા હતા. બીજી તરફ સાયણ-કઠોર રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં પાંચ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેને બાદમાં તંત્રે દૂર કરીને માર્ગ ખુલ્લો કર્યો.બમરોલી ગામમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યા

Suratના બમરોલી ગામમાં ખાડીપૂરના પાણી ફરી ઘૂસી આવતાં ગામલોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત સર્જાયેલી આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સારોલી-કડોદરા હાઈવે પર પણ ખાડીનું પાણી ફરી વળતાં એક કિલોમીટર સુધી માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો અને વાહનવ્યવહાર બંધ કરાયો હતો.કિમ નદીમાં ઘોડાપુર

સુરત જિલ્લામાંથી પસાર થતી કિમ નદીમાં ઘોડાપૂર આવતાં માંગરોળના કુંવરદા વિસ્તાર સહિત વિશ્વાસ, નંદની, સાઈ રિવર અને રણછોડનગર સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. કોસંબા-કિમ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે 30થી વધુ દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી પણ બે કાંઠે વહેતા લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સામે પાર આવેલા ખલી ફળિયાના લગભગ 40 ઘરોનો સંપર્ક તૂટી ગયો છે અને સ્થાનિકોને બે કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.


આ પણ વાંચો: Heavy Rain In Amreli: અમરેલી જિલ્લામાં મેઘતાંડવ, નદીઓમાં ઘોડાપૂર; અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0