Heavy Rain In Morbi: ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલાયા, મોરબી-માળિયાના કુલ 10 ગામો કરાયા એલર્ટ

Jul 27, 2026 - 11:00
Heavy Rain In Morbi: ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલાયા, મોરબી-માળિયાના કુલ 10 ગામો કરાયા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતભરમાં હાલ ચોમાસુ સક્રિય છે. ત્યારે ઠેર ઠેર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવા જેવી સ્થિતિ પામી છે. આ વચ્ચે હવે મોરબીમાં ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક શરૂ થતા આ નિર્ણય લેવામાં આવ્યા છે.
ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યામળતી માહિતી અનુસાર મોરબી જિલ્લામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની વધતી આવકને પગલે જિકીયારી નજીક આવેલો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના બે દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
10 ગામોને કરાયા એલર્ટ
નોંધનીય છે કે, ડેમમાંથી પાણી છોડાતા સાવચેતીના ભાગરૂપે મોરબી તાલુકાના 7 અને માળીયા મિયાણા તાલુકાના 3 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં ડેમમાં પાણીની આવક 2,394 ક્યુસેક છે, જ્યારે એટલું જ 2,394 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ સતત વરસાદના કારણે જિલ્લા પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પાણીની આવકમાં ફેરફારને આધારે આગળના નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Flood In Kheda: ખેડાના માતર તાલુકામાં પૂર જેવી સ્થિતિ, સાયલા ગામ બેટમાં ફેરવાતા ગ્રામજનોને હાલાકી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0