Halvad: બેવડી મોસમ સાથે વરસાદી માહોલમાં ઘેર ઘેર બીમારીના ખાટલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદ શહેરમાં હાલમાં ચાલી રહેલી ડબલ ઋતુ અને વરસાદ બાદ રહેણાંક વિસ્તારોમાં નર્કાગારની સ્થિતિના કારણે રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શરદી, તાવ, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનના સૌથી વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પાછલા ત્રણ ચાર દિવસથી રોજબરોજના વાયરલ તાવના 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં ખાસ ભાદરવા મહિનાની શરૂઆત થતા ની સાથે લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે શરદી,તાવ ઉધરસ અને ગળાની તકલીફ્ વાળા દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. છ લાખ ની વસતી ધરાવતા હળવદ તાલુકા ખાતે હળવદના એક માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રમાં હાલ વાયરલના છસો કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં રોજના 50થી વધુ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં વધી રહેલા વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થવાના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં વધારો થવાને કારણે બેડ ખુટી રહ્યા છે. પરિણામે એક બેડમાં બે દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
What's Your Reaction?






