Halvadમાં મામાના ઘરે ખાતર પાડનારા ભાણેજને પોલીસે ઝડપી રૂ.2.66લાખના દાગીના કબજે કર્યા

હળવદ શહેરમાં ચોરીના બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો.હળવદના સોનીવાડમાં રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેના અડધો કલાક બંધ પડેલા મકાનમાંથી અજાણ્યા તસ્કરે સોનાની બે વીંટી, મંગળસૂત્ર, સોનાની ચાર જોડી બુટી અને પેડલ સહિત કુલ મળી 53 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ. 2,66,000ની માલમતા ચોરી કરી જવા મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. તેવામાં એ.એન. સિસોદીયા અને ગંભીરસિંહ ચૌહાણને મળેલ બાતમી આધારે પોલીસે આરોપી ધર્મેશ પ્રદીપભાઈ જોશી(રહે. વોરાવાડ હળવદ)વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાના તમામ દાગીના રિકવર કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ફરિયાદીનો સગો ભાણેજ છે અને તે ઘરે આવતો જતો હોવાથી ઘરમાં કયા શું રાખવામા આવેલ છે? તેની આરોપીને જાણ હતી. જેથી કરીને આરોપીએ ગણતરીની મિનિટોમાં ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હતો

Halvadમાં મામાના ઘરે ખાતર પાડનારા ભાણેજને પોલીસે ઝડપી રૂ.2.66લાખના દાગીના કબજે કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ શહેરમાં ચોરીના બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો.

હળવદના સોનીવાડમાં રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેના અડધો કલાક બંધ પડેલા મકાનમાંથી અજાણ્યા તસ્કરે સોનાની બે વીંટી, મંગળસૂત્ર, સોનાની ચાર જોડી બુટી અને પેડલ સહિત કુલ મળી 53 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ. 2,66,000ની માલમતા ચોરી કરી જવા મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. તેવામાં એ.એન. સિસોદીયા અને ગંભીરસિંહ ચૌહાણને મળેલ બાતમી આધારે પોલીસે આરોપી ધર્મેશ પ્રદીપભાઈ જોશી(રહે. વોરાવાડ હળવદ)વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાના તમામ દાગીના રિકવર કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ફરિયાદીનો સગો ભાણેજ છે અને તે ઘરે આવતો જતો હોવાથી ઘરમાં કયા શું રાખવામા આવેલ છે? તેની આરોપીને જાણ હતી. જેથી કરીને આરોપીએ ગણતરીની મિનિટોમાં ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હતો