Gujart Highcourtમાં ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ શપથ લીધા

Jun 9, 2025 - 12:30
Gujart Highcourtમાં ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ શપથ લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ શપથગ્રહણ કર્યા છે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિતના વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ પણ રહી હતી.

ન્યાયધીશ શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો

ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશશ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0