Gujaratમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે નોંધાયો વધારો, કેટલું છે અમદાવાદનું AQI?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ 300 જેટલા કેસ સામે આવી રહ્યા છે. હવે શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે અને પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે, ત્યારે શ્વાસની સમસ્યાના કેસમાં હજુ વધારો થાય તેવી સંભાવના છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષણ અમદાવાદમાં નોંધાઈ રહ્યું છે, જે ચિંતાજનક છે.
ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ
સામાન્ય રીતે શ્વાસની સમસ્યા વૃદ્ધો અને બાળકોને થાય છે. જોકે હવે વધતું પ્રદૂષણ યુવાનોને પણ અસર કરે છે. હાલ વાતાવરણમાં સ્મોગનું પ્રમાણ વધી ગયું હોવાથી શ્વાસની સમસ્યા ધરાવતા દર્દી વધી રહ્યા છે અને તેમને નોર્મલ થવા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. અમદાવાદ શહેરમાં શ્વાસના ઈન્ફેક્શન અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનોરી ડિસિઝ (સીઓપીડી) સાથેના દર્દી ઓપીડીમાં વધારે જોવા મળે છે. હાલ વાતાવરણમાં સતત થઈ રહેલા પરિવર્તનથી પણ શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે.
આ ઉપરાંત પક્ષીઓની હગાર, ટ્રાફિક ધરાવતા રસ્તામાં લાંબો સમય ઉભા રહેવાનું થાય તો પણ શ્વાસની સમસ્યામાં વધારો થાય છે. હાલ જે દર્દીઓ જોવા મળે છે તેમાંથી મોટાભાગના 40થી વધુ વયના છે. ડૉક્ટરના મતે શ્વાસની સમસ્યા હોય તેમણે ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ. વૃદ્ધો, કોમોર્બિડિટી ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. શરદી-ઉધરસ હોય તેમણે પણ માસ્ક પહેરી રાખવું જોઈએ.
શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કેસો કે જે 108ના ચોપડે નોંધાયા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટેનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. અમદાવાદમાં સત્તત હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં નોંધાઈ છે. રાત્રે શહેરનો સરેરાશ AQI 212 પર પહોંચી જાય છે. ત્યારે શહેરના 12 એવા વિસ્તારો હતા, જ્યાં AQI 200ને પાર નોંધાય છે. તેમાં પણ થલતેજ વિસ્તાર 290 AQI સાથે શહેરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર છે.
અમદાવાદમાં કયા વિસ્તારમાં કેટલો AQI નોંધાયો
- થલતેજ - 290
- ઉસ્માનપુરા - 220
- બોડકદેવ - 200
- સેટેલાઈટ - 197
- કઠવાડા - 190
- રખિયાલ - 203
- મણિનગર - 160
- ગ્યાસપુર - 195
- બોપલ - 210
- શાહીબાગ - 198
અમદાવાદ શહેરમાં બપોરના સમયે સરેરાશ AQI 100થી અંદર હોય છે, જે 'સંતોષકારક' ગણાય. પરંતુ સાંજ 6 વાગ્યા બાદ AQIનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગે છે અને રાત્રિના 8 વાગ્યે આ આંકડાઓ 200ને પાર પહોંચી જાય છે. અમદાવાદની હવાની ગુણવત્તા મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદ કરતાં પણ વધારે ખરાબ નોંધાય છે. હવાની આ બગડતી ગુણવત્તા અંગે નિષ્ણાતોનું માનવું છે કે પ્રદૂષિત હવામાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની તકલીફોમાં વધારો થાય છે. આ કારણોસર આવા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે. સાથે જ શરદી અને ઉધરસ ધરાવતા દર્દીઓને વધુ સાવચેતીની જરૂર છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

