Gujaratનો કચ્છ બન્યો ધરતીકંપનો પ્રદેશ ! 2024માં 13 આંચકા નોંધાયા
કચ્છમાં વર્ષ 2025ની શરૂઆત ભૂકંપના આંચકાથી થઈ. નવા વર્ષની શરૂઆત કચ્છ માટે ધ્રુજાવનારી રહી. કચ્છમાં નવું વર્ષ 2025 શરૂં થતાં જ ભૂકપના આંચકા જોવા મળ્યા. જાન્યુઆરીમાં એક જ સપ્તાહમાં ત્રણ દિવસની અંદર ભૂકંપના બે આંચકા આવ્યા હતા. કચ્છમાં મોટાભાગે રાપર, ભચાઉ, ગાંધીધામ જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા જોવા મળે છે.આજે કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા નોંધાયા.કચ્છમાં ગત વર્ષ 2024માં 13 આંચકા નોંધાયા વર્ષ 2025માં અત્યાર સુધીમાં 3 આંચકા નોંધાયા 1 જાન્યુઆરીના રોજ 3.0ની તીવ્રતાનો આંચકો 3 જાન્યુઆરીના રોજ 2.8ની તીવ્રતાનો આંચકો 29 જાન્યુઆરીના રોજ 3.0ની તીવ્રતાનો આંચકો2025: 29 જાન્યુઆરીના રોજ આજે વહેલી સવારે 3:13 વાગ્યે 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોધાયું. 2025: 3 જાન્યુઆરીના રોજ આવેલ ભૂકંપના આંચકામાં 2.8ની તીવ્રતા જોવા મળી. સાંજે 4.16 કલાકે આવેલ ભૂકંપમાં રાપરથી 24 કિલોમોટીર દૂર ભૂકપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું. 2025: 1 જાન્યુઆરીના રોજ જુદા-જુદા વિસ્તારોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા. આ દિવસે રાપર, ભચાઉ, ગાંધીધામમાં ધરા ધ્રુજી.ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે ગત મહિનામાં પણ કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. 29 ડિસેમ્બરે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. સવારે 10.06 વાગ્યે આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું. અગાઉ 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. અને 23 ડિસેમ્બરે 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 1 વર્ષમાં કચ્છમાં કુલ 13 ભૂકંપના આંચકા ગત વર્ષમાં 2024માં કચ્છમાં કુલ 13 ભૂકંપના આંચકા આવ્યા. કહી શકાય કે સમયાંતરે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાન્યુઆરીમાં 2 આંચકા, ફેબ્રુઆરીમાં 1 આંચકો અનુભવાયો. અને થોડા મહિના બાદ નવેમ્બરમાં સૌથી વધુ 8 અને ડિસેમ્બરમાં 1 ભકૂંપના આંચકો જોવા મળ્યો. કચ્છમાં એક જ વર્ષમાં 13 આંચકા છેલ્લા 12 વર્ષમાં જોવા મળ્યા નથી. કચ્છમાં 24 વર્ષ પહેલા આવેલ ભૂકંપે ભારે તબાહી સર્જી હતી. આ દુર્ઘટનામાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા.26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાકની ઉજવણી દરમ્યાન સવારે 8.45ના સમયે જોરદાર ભકૂંપ આવ્યો. આ વિનાશક ભૂકંપમાં કચ્છને તહસ કરી નાખ્યું હતું અને ત્યારે સવાલ હતો કે ફરી કયારે આ વિસ્તારનો વિકાસ થશે.પરંતુ કચ્છનો વિકાસ થયો અને વિશ્વભરમાં તેના વિકાસની વાતો થાય છે. કચ્છ પ્રદેશ ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર ગુજરાતનો કચ્છ પ્રદેશ ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર હોવાનું ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્સ કહે છે. છેલ્લા 200 વર્ષોમાં કચ્છ પ્રદેશે 9 મોટા ભૂકંપના સામનો કરવો પડ્યો હોવાનું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ના ડેટા જણાવે છે. વર્ષ 2001માં 26 જાન્યુઆરીના રોજ આવેલો ભૂકંપ ભારતમાં ત્રીજો સૌથી મોટો અને છેલ્લી બે સદીઓમાં બીજા નંબરનો સૌથી વિનાશક હતો. કચ્છના મોટા ભૂકંપમાં જિલ્લા શહેરો અને ગામો તહસ-નહસ થઈ ગયા. છતાં પણ અંહીની ખમતી ધર પ્રજા ફરી બેઠી થાય છે અને વિકાસ તરફ આગળ વધે છે .ગત વર્ષ 2024માં આવેલ 13 ભૂકંપ અને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં કચ્છમાં ત્રણ ભૂકંપના આંચકા આવ્યા. મોટા ભાગના ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તેમ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં વર્ષ 2025ની શરૂઆત ભૂકંપના આંચકાથી થઈ. નવા વર્ષની શરૂઆત કચ્છ માટે ધ્રુજાવનારી રહી. કચ્છમાં નવું વર્ષ 2025 શરૂં થતાં જ ભૂકપના આંચકા જોવા મળ્યા. જાન્યુઆરીમાં એક જ સપ્તાહમાં ત્રણ દિવસની અંદર ભૂકંપના બે આંચકા આવ્યા હતા. કચ્છમાં મોટાભાગે રાપર, ભચાઉ, ગાંધીધામ જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા જોવા મળે છે.આજે કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા નોંધાયા.
- કચ્છમાં ગત વર્ષ 2024માં 13 આંચકા નોંધાયા
- વર્ષ 2025માં અત્યાર સુધીમાં 3 આંચકા નોંધાયા
- 1 જાન્યુઆરીના રોજ 3.0ની તીવ્રતાનો આંચકો
- 3 જાન્યુઆરીના રોજ 2.8ની તીવ્રતાનો આંચકો
- 29 જાન્યુઆરીના રોજ 3.0ની તીવ્રતાનો આંચકો
2025: 29 જાન્યુઆરીના રોજ આજે વહેલી સવારે 3:13 વાગ્યે 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોધાયું.
2025: 3 જાન્યુઆરીના રોજ આવેલ ભૂકંપના આંચકામાં 2.8ની તીવ્રતા જોવા મળી. સાંજે 4.16 કલાકે આવેલ ભૂકંપમાં રાપરથી 24 કિલોમોટીર દૂર ભૂકપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું.
2025: 1 જાન્યુઆરીના રોજ જુદા-જુદા વિસ્તારોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા. આ દિવસે રાપર, ભચાઉ, ગાંધીધામમાં ધરા ધ્રુજી.ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું.
નોંધનીય છે કે ગત મહિનામાં પણ કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. 29 ડિસેમ્બરે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. સવારે 10.06 વાગ્યે આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું. અગાઉ 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. અને 23 ડિસેમ્બરે 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
1 વર્ષમાં કચ્છમાં કુલ 13 ભૂકંપના આંચકા
ગત વર્ષમાં 2024માં કચ્છમાં કુલ 13 ભૂકંપના આંચકા આવ્યા. કહી શકાય કે સમયાંતરે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાન્યુઆરીમાં 2 આંચકા, ફેબ્રુઆરીમાં 1 આંચકો અનુભવાયો. અને થોડા મહિના બાદ નવેમ્બરમાં સૌથી વધુ 8 અને ડિસેમ્બરમાં 1 ભકૂંપના આંચકો જોવા મળ્યો. કચ્છમાં એક જ વર્ષમાં 13 આંચકા છેલ્લા 12 વર્ષમાં જોવા મળ્યા નથી.
કચ્છમાં 24 વર્ષ પહેલા આવેલ ભૂકંપે ભારે તબાહી સર્જી હતી. આ દુર્ઘટનામાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા.26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાકની ઉજવણી દરમ્યાન સવારે 8.45ના સમયે જોરદાર ભકૂંપ આવ્યો. આ વિનાશક ભૂકંપમાં કચ્છને તહસ કરી નાખ્યું હતું અને ત્યારે સવાલ હતો કે ફરી કયારે આ વિસ્તારનો વિકાસ થશે.પરંતુ કચ્છનો વિકાસ થયો અને વિશ્વભરમાં તેના વિકાસની વાતો થાય છે.
કચ્છ પ્રદેશ ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર
ગુજરાતનો કચ્છ પ્રદેશ ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર હોવાનું ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્સ કહે છે. છેલ્લા 200 વર્ષોમાં કચ્છ પ્રદેશે 9 મોટા ભૂકંપના સામનો કરવો પડ્યો હોવાનું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ના ડેટા જણાવે છે. વર્ષ 2001માં 26 જાન્યુઆરીના રોજ આવેલો ભૂકંપ ભારતમાં ત્રીજો સૌથી મોટો અને છેલ્લી બે સદીઓમાં બીજા નંબરનો સૌથી વિનાશક હતો. કચ્છના મોટા ભૂકંપમાં જિલ્લા શહેરો અને ગામો તહસ-નહસ થઈ ગયા. છતાં પણ અંહીની ખમતી ધર પ્રજા ફરી બેઠી થાય છે અને વિકાસ તરફ આગળ વધે છે .ગત વર્ષ 2024માં આવેલ 13 ભૂકંપ અને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં કચ્છમાં ત્રણ ભૂકંપના આંચકા આવ્યા. મોટા ભાગના ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તેમ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું.