Gujarat મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર આયોજન કરાયું છે જેમાં આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ ૫ ફેબ્રુઆરી થી ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પદાધિકારીઓ-અધિકારીઓ રહ્યાં હાજર મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર મેહુલ દવે , મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર આયોજન કરાયું છે જેમાં આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો.

ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ ૫ ફેબ્રુઆરી થી ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

પદાધિકારીઓ-અધિકારીઓ રહ્યાં હાજર

મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર મેહુલ દવે , મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.