Gujarat Weather : રાજયમાં ભારે વરસાદની શકયતા નહિવત, ગરમીનો થશે અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં હાલ ભારે વરસાદની શકયતા નહિવત છે,રાજયમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે,અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈ ઉકળાય રહેશે,સાથે સાથે ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે,હવે રાજયમાં હળવો વરસાદ પડી શકે પણ ભારે વરસાદ નહી. કયાં પડી શકે છે હળવો વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં હળવો વરસાદ વરસી શકે છે.દમણ,દાદરાનગર હવેલી,ડાંગ,નવસારી,સુરત,નર્મદા,તાપીમાં હળવો વરસાદ પડી શકે છે.ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા નહિવત છે,અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં ગરમીને લઈ ઉકળાટ રહેશે.ભેજનું પ્રમાણ હોવાથી કેટલાક વિસ્તારમાં રહેશે સામાન્ય વરસાદ. આજે કયા અપાઈ છે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.

Gujarat Weather : રાજયમાં ભારે વરસાદની શકયતા નહિવત, ગરમીનો થશે અહેસાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં હાલ ભારે વરસાદની શકયતા નહિવત છે,રાજયમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે,અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈ ઉકળાય રહેશે,સાથે સાથે ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે,હવે રાજયમાં હળવો વરસાદ પડી શકે પણ ભારે વરસાદ નહી.

કયાં પડી શકે છે હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં હળવો વરસાદ વરસી શકે છે.દમણ,દાદરાનગર હવેલી,ડાંગ,નવસારી,સુરત,નર્મદા,તાપીમાં હળવો વરસાદ પડી શકે છે.ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા નહિવત છે,અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં ગરમીને લઈ ઉકળાટ રહેશે.ભેજનું પ્રમાણ હોવાથી કેટલાક વિસ્તારમાં રહેશે સામાન્ય વરસાદ.


આજે કયા અપાઈ છે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.