Gujarat Weather Update: આ જિલ્લાઓમાં મેઘો થશે મહેરબાન! રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસો માટે વરસાદને લઈને મોટા સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં લો પ્રેશર, દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન તેમજ મોન્સૂન ટ્રફ સહિત કુલ 3 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 12 થી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ 12 સપ્ટેમ્બરથી પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરરેરાશ 18% વરસાદ ઓછો નોંધાયો હોવાથી આ આગામી વરસાદી સ્પેલ રાજ્યમાં વરસાદની ઘટ પૂરી કરવામાં મહત્વનો સાબિત થઈ શકે છે.
13 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ
વરસાદનું સૌથી વધુ જોર 13 સપ્ટેમ્બરે જોવા મળી શકે છે. 13 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના પડોશી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
વરસાદી સિસ્ટમ આગળ વધતા 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આ દિવસે પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad News: ગણેશોત્સવનું આયોજન કરતા આયોજકો સાવધાન! જાહેરનામા ભંગની પહેલી ફરિયાદ નોંધાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

