Gujarat Weather News: રાજ્યમાં ગરમીની સાથે માવઠાની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે. ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં ડબર ઋતુને કારણે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી સાતમી એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી સાતમી એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમણે રાજ્યમાં ફરીવાર માવઠું થશે. આગામી સાતમી એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, સૌરાષ્ટ્ર, દિવ અને દમણમાં વરસાદ ખાબકી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેતી પાક અને બાગાયતી પાકોને માવઠાને કારણે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે.
રાજ્યમાં 2 થી 3 ડિગ્રી ગરમી વધશે
બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમરેલીમાં સૌથી વધુ 35.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 34.2, રાજકોટમાં 34.7, વડોદરામાં 34.1, કેશોદમાં 34, ગાંધીનગરમાં 33.6, ભુજમાં 33.7, ડીસામાં 32.4 ડિગ્રી, સુરતમાં 34.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: પાંચ વર્ષમાં CNGના ભાવમાં 31.41 રૂપિયાનો વધારો ઝીંકાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

