પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udaipur Leopard Rescue : પાવીજેતપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન તાલુકાના નાની રાસલી ગામેથી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક માદા દીપડી આબાદ ઝડપાઈ જતાં સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 14 મેની મોડી રાત્રે સસલાનો શિકાર કરવા જતાં દોઢ વર્ષનું એક દીપડાનું બચ્ચું અવાવરું કૂવામાં ખાબક્યું હતું. જેની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

