Gujarat Weather News: જાણો ક્યારે ગરમી ઓછી થશે, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?

May 11, 2026 - 12:30
Gujarat Weather News: જાણો ક્યારે ગરમી ઓછી થશે, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે કચ્છના કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી અને રાજકોટમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રભાવ વધુ તીવ્ર રહ્યો હતો.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 15મી મે સુધી આકરી ગરમીનો અનુભવ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. આગામી 15મી મે સુધી આકરી ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠે ઉકળાટમાં વધારો થશે.15 મે બાદ ગરમીમાં ઘટાડાની સંભાવના છે. 18 થી 23 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવટી શરૂ થઈ શકે. અંબાલાલ પટેલે પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું છે અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રવિવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 51 ટકા અને સાંજે 20 ટકા નોંધાયું હતું. વિભાગે શહેરમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.


આ પણ વાંચોઃ Rajkot: ચોમાસા પહેલા શહેરભરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરી 886 નોટિસ, દુર્ઘટના ટાળવા તંત્રની કવાયત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0