Gujarat Weather News: રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ, ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ અનુભવાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મોટું નુકસાન પણ સામે આવ્યું હતું. પરંતુ થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં મેઘમહેર થવાની બંધ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અલનીનોની સ્થિતિને કારણે હાલમાં વરસાદ બંધ રહ્યો છે.પરંતુ ઓગસ્ટના અંતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં, હાલ મુસળધાર કે ભારે વરસાદની શક્યતા નહિવત છે અને મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સામાન્ય વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત મધ્ય, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. પવનની ગતિ 30 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે, તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે લોકોને બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.
રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગી
રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતોમાટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: યુરિયા ખાતર વેચતા તમામ ડીલરોની ચકાસણી થશે,ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

