Gujarat Weather News: કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, આ વિસ્તારોમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે કચ્છના કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી અને રાજકોટમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રભાવ વધુ તીવ્ર રહ્યો હતો.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીની અસર વધશે.
પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે કહ્યું હતું કે, આગામી ત્રણેક દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 41થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે. સુરત, અમદાવાદ, પાટણ, આણંદ અને વડોદરામાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું છે અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રવિવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 51 ટકા અને સાંજે 20 ટકા નોંધાયું હતું. વિભાગે શહેરમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ Somnath Amrutparv 2026 : આજે કોઈપણ તાકાત ભારતને ઝુકાવી નહીં શકેઃ PM મોદી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

