Gujarat Weather: રાજ્યમાં ઠંડીનું જોર વધશે, લઘુતમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થશે. ખાસ કરીને વહેલી સવારે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થશે.
લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજી 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની અસર
ઉત્તર-પૂર્વ તરફથી ઠંડા પવનો ફૂંકાવાને કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. સવારે ઠંડકનો અનુભવ થશે અને આગામી દિવસોમાં ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બની શકે છે.
આ પણ વાંચો : Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

