Gujarat Weather: રાજ્યમાં આગામી એક કલાક ભારે, 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂ કરી દીધી છે. રાજ્યમાં આગામી એક કલાક ભારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 8 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 17 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સક્રિય થયેલી 'અપર એર સાયક્લોનિક' સિસ્ટમની સીધી અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. આ સિસ્ટમની અસર હેઠળ સુરત, દહેજ, જંબુસર અને ભરૂચ પંથકમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે.
આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં મેઘરાજાએ જબરદસ્ત મહેર વરસાવતા છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 8 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર
આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરાવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળામાં જળસ્તર વધવાની ચેતવણી આપવામાં આવી છે, તેથી નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા અને કારણ વગર બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Amreli Rain: અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખાંભામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

