Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Jun 19, 2026 - 20:30
Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગુરૂવારે સાંજ પછી અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ અને 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.  

આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આજે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: 2014 પહેલા ગરીબો ઝૂંપડામાં રહેવા મજબૂર હતાં, 12 વર્ષમાં તેમને પાકા મકાન મળ્યા: હર્ષ સંઘવી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0