Gujarat: ST નિગમના કર્મચારીઓને આનંદો, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.આ નિર્ણયથી રૂપિયા 125 કરોડની થશે ચૂકવણી વધુમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં જાણકારી આપી છે કે તમામ કર્મચારીઓને બાકી રહેલું એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રૂપિયા 125 કરોડની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્ય સરકાર પર તેનો બોજ પણ વધશે. તમને જણાવી દઈએ કે 1લી જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ કરવામાં આવ્યો છે.ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું 16 ડિસેમ્બરે નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો તે મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. આ મોંઘવારી ભથ્થાના 5 મહિનાના તફાવતની રકમ પણ ચૂકવાશે. જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

Gujarat: ST નિગમના કર્મચારીઓને આનંદો, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

આ નિર્ણયથી રૂપિયા 125 કરોડની થશે ચૂકવણી

વધુમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં જાણકારી આપી છે કે તમામ કર્મચારીઓને બાકી રહેલું એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રૂપિયા 125 કરોડની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્ય સરકાર પર તેનો બોજ પણ વધશે. તમને જણાવી દઈએ કે 1લી જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

16 ડિસેમ્બરે નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો તે મુજબ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. આ મોંઘવારી ભથ્થાના 5 મહિનાના તફાવતની રકમ પણ ચૂકવાશે. જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે.

તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.