Gujarat Rent Billને લઈ મોટા સમાચાર, વકીલોના વિરોધ વચ્ચે સરકારની પીછેહઠ!

Oct 5, 2026 - 16:30
Gujarat Rent Billને લઈ મોટા સમાચાર, વકીલોના વિરોધ વચ્ચે સરકારની પીછેહઠ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા ગુજરાત ભાડા વિધેયકને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. વકીલો દ્વારા કરવામાં આવેલા સતત અને ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને આખરે રાજ્ય સરકારે પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, આ વિવાદિત બીલ હવે પુનઃવિચારણા માટે રાજ્યપાલ સમક્ષ પરત મોકલવામાં આવશે, જેથી જનતા અને વકીલ આલમની લાગણીઓને માન આપી શકાય.

આગામી વિધાનસભા સત્રમાં થશે સુધારા, ફેબ્રુઆરી 2028માં નવો કાયદો

વકીલોની મુખ્ય માંગણીઓ અને સૂચનોને ધ્યાનમાં રાખીને સરકાર આગામી વિધાનસભા સત્રમાં આ બીલના પ્રાવધાનોમાં મહત્વના સુધારા કરશે. વકીલોની આશંકાઓને દૂર કર્યા બાદ, સંભવતઃ ફેબ્રુઆરી 2028માં આ સુધારેલું નવું બિલ ફરીથી વિધાનસભામાં પસાર કરવામાં આવશે. સરકારના આ પગલાથી વકીલ સમુદાયને મોટી રાહત મળી છે, અને તેમની વર્ષો જૂની માંગણીઓ સંતોષવાની દિશામાં આ સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

જૂના નિયમો મુજબ ભાડા કરારની કામગીરી રહેશે યથાવત

જ્યાં સુધી નવું બિલ સુધારા સાથે ફરીથી પસાર થઈને કાયદાનું રૂપ ધારણ નથી કરતું, ત્યાં સુધી રાજ્યમાં મિલકતોના ભાડા કરાર બાબતે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. હાલ પૂરતું, જૂના પ્રચલિત નિયમો મુજબ જ તમામ ભાડા કરાર અને તેની સાથે સંકળાયેલી દસ્તાવેજી કામગીરી યથાવત રાખવામાં આવશે. આ નિર્ણયથી મકાનમાલિકો અને ભાડૂતોમાં પ્રવર્તી રહેલી દ્વિધાનો પણ અંત આવ્યો છે.


આ પણ વાંચો: Gujarat Government Employee Protest: 'માગ નહીં માનો તો થશે આંદોલન', સરકારી કર્મચારીઓની સરકારને ચીમકી!



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0