Gujarat Rains: રાજ્યના 40 તાલુકામાં મેઘ મહેર... આ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન

ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકમાં વરસાદસાંજે 6 થી 8 ના બે કલાકમાં 10 તાલુકામાં વરસાદબોટાદમાં 2 કલાકમાં પોણા બે ઈંચ, ટંકારામાં 1 ઈંચ વરસાદધોધમાર વરસાદની આગાહીને પગલે ગુજરાતના 40થી વધુ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ આજે દિવસ દરમિયાન 40 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ બોટાદમાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6 ના બે કલાક દરમિયાન જ મોટાભાગનો વરસાદ વરસ્યો હતો. આ સિવાય મોરબીના ટંકારામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં પણ સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન 25 મિમી જેટલો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં જોઈએ તો, છોટે ઉદેપુરના બોડેલીમાં 18 મિમી, અમરેલીના લીલિયા, ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 15-15 મિમી, જૂનાગઢના માળિયા હાટીનામાં 14 મિમી, અમરેલીના કુકાવાવમાં 13 મિમી, ખાંભા તાલુકામાં 12 મિમી, દેવભૂમિ-દ્વારકાના ભાણવડમાં 12 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 6 થી 8 ના બે કલાક દરમિયાન રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,તાપી, નવસારી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rains: રાજ્યના 40 તાલુકામાં મેઘ મહેર... આ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકમાં વરસાદ
  • સાંજે 6 થી 8 ના બે કલાકમાં 10 તાલુકામાં વરસાદ
  • બોટાદમાં 2 કલાકમાં પોણા બે ઈંચ, ટંકારામાં 1 ઈંચ વરસાદ

ધોધમાર વરસાદની આગાહીને પગલે ગુજરાતના 40થી વધુ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ આજે દિવસ દરમિયાન 40 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.

આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ બોટાદમાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6 ના બે કલાક દરમિયાન જ મોટાભાગનો વરસાદ વરસ્યો હતો. આ સિવાય મોરબીના ટંકારામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં પણ સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન 25 મિમી જેટલો વરસાદ વરસ્યો છે.

અન્ય તાલુકામાં જોઈએ તો, છોટે ઉદેપુરના બોડેલીમાં 18 મિમી, અમરેલીના લીલિયા, ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 15-15 મિમી, જૂનાગઢના માળિયા હાટીનામાં 14 મિમી, અમરેલીના કુકાવાવમાં 13 મિમી, ખાંભા તાલુકામાં 12 મિમી, દેવભૂમિ-દ્વારકાના ભાણવડમાં 12 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 6 થી 8 ના બે કલાક દરમિયાન રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,તાપી, નવસારી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.